દાહોદ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગરબાડા પંથકમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ હતું. ત્યારે તેમને બાતમી મળી હતી કે, ભરસડા ગામની સરાવલી ચોકડી પર નવાનગર ગામના ડોબણ ફળિયાનો રહેવાસી વિનુ નટુ મિનામા બંદુક સાથે ઉભો છે. બાતમીના આધારે SOGની ટીમ તાત્કાલિક સરાવલી ચોકડી મુકામે પહોંચી ગઈ હતી. બાતમીદારે આપેલ માહિતી મુજબ SOG ટીમે તેની ધરપકડ કરી હતી.
દાહોદ SOGએ તમંચા અને કારતૂસ સાથે યુવકની કરી ધરપકડ
દાહોદઃ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપનો પોલીસ સ્ટાફ ગરબાડા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પોલીસને નવાનગર ગામનો યુવક બંદૂક સાથે ભરસડા ગામની સરાવલી ચોકડી પર ઉભો હોવાની બાતમી મળી હતી. માહિતીના આધારે SOG ટીમે યુવકને તમંચા અને બે જીવતા કારતુસ સાથે ઝડપી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
દાહોદ SOGએ તમંચા અને કારતૂસ સાથે યુવકની કરી ધરપકડ
અંગજડતીમાં તેની પાસેથી એક દેશી તમંચો અને બે જીવતા કારતુસ મળી આવ્યા હતા.પોલીસે રૂ.2700ના મુદ્દામાલ સાથે તેને ઝડપી લઈ આર્મ્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. ત્યાર બાદ તેને ગરબાડા પોલીસને સોંપવામાં આવ્યો હતો. વિનુ આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને આજે કયાં કારણોસર હથિયાર લઈને ઉભો હતો તેમજ આ અગાઉ તમંચાનો કોઈ ગુન્હાહીત પ્રવૃતિઓમાં ઉપયોગ કર્યો છે કે કેમ તે અંગે પુછપરછ કરવા પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.