ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં કોરોના પોઝિટિવનો વધુ એક કેસ સામે આવ્યો

દાહોદમાં કોરોના પોઝિટિવનો વધુ એક કેસ સામે આવતા આંકડો 5 પર પહોંચ્યો છે. માર્ચ મહિનામાં મધ્યપ્રદેશના નીમચમાં લગ્ન પ્રસંગમાં જઇને ત્રણ દિવસ પહેલા દાહોદ આવેલા કસ્બા વિસ્તારના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

etv bharat
દાહોદ: કોરોના પોઝિટિવનો વધુ એક કેસ સામે આવ્યો

By

Published : May 2, 2020, 8:54 PM IST

દાહોદ: મધ્યપ્રદેશના નિમચમાં લગ્ન પ્રસંગે ગયેલા દાહોદના કસ્બા વિસ્તારના જૂના વણકરવાસના પરિવારના 44 વર્ષીય સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મધ્યપ્રદેશથી લગ્ન પ્રસંગ પતાવી દાહોદ આવેલા પરિવારના શંકાસ્પદ જણાયેલા બે સભ્યોના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાથી યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, જૂનાવણકર વાસના કુરેશી પરિવારના કુલ 11 સભ્યો 20 માર્ચે દાહોદથી મધ્યપ્રદેશના નિમચ ખાતે કોઇ સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યાં જઇને 24 એપ્રિલના રોજ નિમચ ખાતેની જિલ્લા હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું અને તેમાં કોઇ પણ પ્રકારના લક્ષણો જણાયા નહોતા.

​નિમચ ખાતે ચાલીસ દિવસ રોકાયા બાદ 29 એપ્રિલે ખંગેલા બોર્ડર ખાતેથી દાહોદ મેડિકલ ઇમર્જન્સીના કારણોસર આવ્યા હતા. જ્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં શંકાસ્પદ જણાતા દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પરિવારને ક્વોરોન્ટાઇન કરી કોરોના વાઇરસના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કુલ 11 સભ્યોમાંથી સરફરાજ ઝફર કુરેશીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં મોકલી દેવામાં આવ્યા છે. બાકીના સભ્યો 10 સભ્યોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details