ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા કરાયું સાંસ્કૃતિક રેલીનું આયોજન - etv bharat news

દાહોદ: આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત વસ્ત્ર પરિધાન કરીને આદિવાસી સંસ્કૃતિકની મહારેલી કાઢવામાં આવી હતી. દાહોદ કોલેજ ગ્રાઉન્ડથી નીકળેલી આ રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરીને આદિવાસી ભવન મુકામે પહોંચી વૃક્ષારોપણ કરીને રેલીનું સમાપન કર્યું હતું.

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા કરાયું સાંસ્કૃતિક રેલીનું આયોજન

By

Published : Aug 10, 2019, 2:07 AM IST

ત્રણ રાજ્યોને ત્રિભેટે આવેલ અને આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી પરિવારના સંગઠન દ્વારા આદિવાસી સાંસ્કૃતિક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કોલેજ ગ્રાઉન્ડ પરથી કાઢવામાં આવી હતી.

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા કરાયું સાંસ્કૃતિક રેલીનું આયોજન

આદિવાસી સમાજના યુવક-યુવતીઓ અને અબાલ-વૃદ્ધ સમાજની રુઢી પરંપરા મુજબ ઓજાર અને પરંપરાગત વસ્ત્ર પહેરીને ઉમંગ ઉલ્લાસભેર નાચ-ગાન કરતા જઈ નીકળ્યા હતા. આ વિશાળ મહારેલીમાં આદિવાસી તલવાર નુત્ય તેમજ બાબાદેવ અને સ્વાતંત્ર સેનાનીઓના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું.

યુવકો દ્વારા જય જોહાર જય ભીલ પ્રદેશના નારા સાથે માર્ગોને ગુંજવી દીધા હતા. રાજમાર્ગો પર સાંસ્કૃતિક પરંપરા મુજબ નાચગાન અને ભીલી તળપદી ભાષામાં લોકગીતો વાગોળી આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું. ઢોલ નગારા કુંડી થાળીના તાલે નાચ-ગાન કરતા આદિવાસીઓને વરસાદી માહોલ પણ નડ્યો નહોતો.

એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા તો બીજી બાજુ આદિવાસી રેલીમાં યુવાનો મનમૂકીને ઝુમી રહેલા જોવા મળ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી શુક્રવારની સાંજે આદિવાસી ભવન મુકામે પહોંચી હતી. જ્યાં આદિવાસી સમાજ દ્વારા વૃક્ષારોપણ કરીને રેલીને સમાપન કરવામાં આવી હતી.

રેલીમાં વિવિધ પક્ષોના પદાધિકારીઓ, ધારાસભ્યો, આદિવાસી પહેરવેશમાં માર્ગોપર નાચતા નિહાળ્યા હતા. તમામ પક્ષોના નેતાઓ પક્ષો છોડીને આદિવાસી તરીકે ઝૂમતા જોવા મળ્યા હતા. તબીબો, વકીલો, શિક્ષકો, અધિકારીઓ પણ તેમની ખુશીમાં સામેલ થયા હતા. રેલીના આયોજકો દ્વારા જિલ્લા પોલીસ અને પ્રશાસનનો આભાર માન્યો હતો. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નીકળેલી વિશાળ રેલી હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

ABOUT THE AUTHOR

...view details