દેશભરમાં વિવિધ તબક્કામાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા તેમના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી અને NDAને સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર બનાવશે તેવા દાવા થતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ UPA સહિત અન્ય પક્ષો પણ બહુમતી મેળવવાના દાવા કરી રહ્યા છે.
દાહોદમાં કોંગ્રેસનો વિજય થશે અને કેન્દ્રમાં UPA સરકાર બનશેઃ બાબુ કટારા - win
દાહોદઃ દેશભરમાં એક્ઝિટ પોલના તારણોમાં NDAની બોલ-બાલા જોવા મળી રહી છે. ત્યારે દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસનો વિજય થાશે અને કેન્દ્રમાં UPA સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. એક્ઝિટ પોલના દાવા વચ્ચે દેશની સાથે દાહોદના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
એક્ઝિટ પોલને લઈને દાહોદ જિલ્લામાં પણ રાજકીય ઉથલ-પાથલ થવાના સંભાવનાઓ સાથે ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ભાજપના પદાધિકારીઓ ભવ્ય લીડ સાથે વિજય મેળવવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. ભૂતપૂર્વ ભાજપના સાંસદ અને હાલ કોંગ્રેસમાંથી ટિકિટ મેળવી ભાજપની સામે ઉભા રહેનાર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ કટારા દાહોદ લોકસભા બેઠક પર વિજય મેળવશે તેવો ટંકાર કરી રહ્યા છે.
ફક્ત દાહોદ બેઠક જ નહીં પરંતુ કેન્દ્રમાં પણ UPA સરકાર બનાવશે તેવી આશા વ્યક્ત કરી છે. ચૂંટણી બાદ મતગણતરીના ગણતરીના કલાકો બાકી છે. જિલ્લાવાસીઓના મુખે ફક્ત એક જ ચર્ચા જોવા મળી રહી છે. દાહોદની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ કટારા જીતશે કે આદિજાતિ પ્રધાન જશવંતસિંહ ભાભોર. જીતના દાવા ભલે ઉમેદવારો કરતા હોય પરંતુ જનતા જનાદેશ તો મતગણતરી થયા બાદ જ ખબર પડશે.