ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ: જિલ્લા કલેક્ટર અને DSPએ ગરબાડાના કન્ટેઈન્મેન્ટ એરિયા ભીલવા ગામની મુલાકાત લીધી

દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં લોકડાઉનનો અમલ કેવી રીતે થઇ રહ્યો છે તેનું જાત નિરીક્ષણ કરવા માટે કલેક્ટર વિજય ખરાડી ગરબાડા તાલુકાની મુલાકાત લેવા પહોંચ્યા હતા.

ગરબાડાના કન્ટેઇન્મેન્ટ એરિયા ભીલવા ગામની કલેક્ટર અને DSP લીઘી મુલાકાત
ગરબાડાના કન્ટેઇન્મેન્ટ એરિયા ભીલવા ગામની કલેક્ટર અને DSP લીઘી મુલાકાત

By

Published : Apr 23, 2020, 5:48 PM IST

દાહોદઃ દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં લોકડાઉનનો અમલ કેવી રીતે થઇ રહ્યો છે તેનું જાત નિરીક્ષણ કરવા માટે કલેક્ટર વિજય ખરાડી ગરબાડા તાલુકાની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ગરબાડા તાલુકાના પાંચવાડા આશ્રમ શાળામાં શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે. જ્યાં 99 પુરુષો અને 6 સ્ત્રીઓ મળી કુલ 105 અંતેવાસીઓ રહે છે. અધિકારીઓએ તેમને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને રસોડાની મુલાકાત લીધી હતી.

ગરબાડાના કન્ટેઇન્મેન્ટ એરિયા ભીલવા ગામની કલેક્ટર અને DSP લીઘી મુલાકાત

અંતેવાસીઓએ પણ અહી મળતી સુવિધાઓથી સંતૃષ્ઠિ વ્યક્ત કરી હતી. કલેક્ટરએ અંતેવાસીઓને સ્વાસ્થ્ય સંબંધી કાળજી રાખવા શીખ આપી હતી. તે બાદ પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. તેમણે ગરબાડા રેફરલ હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય સ્ટાફ સાથે સંવાદ સાધ્યો હતો. જ્યાં તેમણે દર્દીઓની કેવી રીતે દરકાર લેવામાં આવે છે, તેની માહિતી મેળવી હતી અને કોરોનાના શંકાસ્પદ દર્દીઓને સારવાર માટેના પ્રોટોકોલની માહિતી અપાઇ હતી.

ગરબાડાના કન્ટેઇન્મેન્ટ એરિયા ભીલવા ગામની કલેક્ટર અને DSP લીઘી મુલાકાત

કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે ગરબાડા તાલુકાના ભીલવા ગામની પણ મુલાકાત લીધી હતી. અહીં એક કોરોનાનો દર્દી મળ્યા બાદ આ ગામને ફળિયા વિસ્તાર સહિત કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરી દેવામાં આવ્યું છે. અહીં આરોગ્યલક્ષી કામગીરી કેવી રીતે થાય છે. તે સંદર્ભેની માહિતી મેળવી હતી.

બાદમાં મધ્યપ્રદેશ સાથેની સરહદ પર મિનાક્યાર ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલી ચેકપોસ્ટની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ મામલતદાર મયંક પટેલ અને નાયબ મામલતદાર હાર્દિક જોશી સાથે જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details