દાહોદમાં આદિવાસી દિવસની ધામધૂમથી કરાશે ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનની ચાલી રહી છે તૈયારીઓ - આદિવાસી દિવસ
દાહોદ: સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 9મી ઑગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ જાહેર કરાયો છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે દાહોદ જિલ્લામાં ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાના કાર્યક્રમો કરવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. જિલ્લાના આદિવાસીઓનું આદિવાસી પરિવાર નામનું સદઠન પણ જનજાગૃતિ સાથે જિલ્લા કક્ષાએ આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહારેલીનું આયોજન કરાયું છે
આયોજનના ભાગરૂપે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોર્ચા, ભીલ પ્રદેશ વેપારી સંઘ સહિત વિવિધ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા દાહોદ-ઝાલોદ સહિત તમામ તાલુકાના નગરો અને શહેરોમાં વિશ્વ આદિવાસી મહારેલીના મોટા હોર્ડિંગ લગાવાયા છે. ગ્રામ્ય કક્ષાએ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આમંત્રણ આપતા બેનરો લાગ્યા છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે જિલ્લાકક્ષાની આયોજન કમિટી દ્વારા 50 હજારથી વધુ આદિવાસી યુવાન-યુવતીઓ રેલીમાં ભાગ લેવા માટે ઉમટશે. આયોજન કમિટી દ્વારા પોલીસ વિભાગ તેમજ વહીવટી તંત્ર સાથે રેલી મોટી સંખ્યામાં આદિવાસી યુવક-યુવતી પરંપરાગત સાંસ્કૃતિક સાધનો અને પરિવેશમાં ઉમટે તે દિશામાં પ્રયત્નો ચાલી રહ્યાં છે.