દાહોદ : આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ 9 મી ઓગસ્ટ નિમિત્તે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના આદિવાસી પરિવાર સંગઠન અને SRP ગૃપ પાવડીના સંયુક્ત ઉપક્રમે ઝાલોદ તાલુકાના પાવડી મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.SRP ગ્રુપના સેનાપતિના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં આદિવાસી પરંપરા મુજબ પૂજન કર્યા બાદ આદિવાસી સમાજના યુવાનો દ્વારા 1000 વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બિરસા મુંડા ભવનનું ખાતમુહૂર્ત તેમજ વૃક્ષારોપણ કરાયું - વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં આદિવાસી પરિવાર અને SRP ગ્રુપ પાવડીના સંયુક્ત ઉપક્રમે પાવડી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ પોષણ ગામે આદિવાસી સમાજ દ્વારા બિરસા મુંડા ભવનનો શિલાન્યાસ કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિ અને રૂઢી પરંપરા મુજબ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ જિલ્લામાં 1,11,111 વૃક્ષોનું તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વાવેતર કરવામાં આવ્યું છે અને તેનું જતન પણ આદિવાસી સમાજ જાતે જ કરવાનો છે. આ ઉપરાંત દાહોદ તાલુકાના ગામે જુના પંચમહાલના તમામ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા મુંડા ભવન આદિવાસી સમાજની રૂઢિ પરંપરા મુજબ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા ભવનના શિલાન્યાસ દરમિયાન આદિવાસી સંસ્કૃતિની પરંપરા મુજબ સમાજના વિકાસ માટે નવીન તૈયાર થનાર બિરસા મુંડા ભવન માટે સમાજનો લોકફાળો (લાહ) મુજબ ચાંદલા વિધિ યોજવામાં આવી હતી.
જે ચાંદલા વિધિમાં આવેલા નાણાથી બિરસા મુંડા ભવન બાંધકામ કરવામાં આવશે.આ ભવનમાં હોલ ,રૂમ સહિત વિવિધ વિકાસલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થશે.