દેશની રાજધાની દિલ્હીમાં અસામાજિક તત્વો દ્વારા હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વોના કૃત્યને દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વખોડવામાં આવી છે. રાષ્ટ્રપતિને સંબોધન સાથેનો આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપી આવા ત્તત્વો સામે સખત પગલાં ભરવાની માગ કરવામાં આવી છે.
દિલ્હીના પડઘા ગુજરાતમાં પડ્યા, દાહોદ વિશ્વ હિન્દુ પરિષદની કડક કાર્યવાહી કરવા માગ - letter
દાહોદ: દિલ્હીમાં હિન્દુ મંદિરમા અસામાજિક ત્તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. જેને લઈ દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે કલેકટરને આવેદનપત્ર પાઠવી અસામાજિક ત્તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
sfds
હિન્દુ મંદિરમાં રહેલી ભગવાનની મૂર્તિઓને નુકસાન પહોંચાડવાના કારણે દેશના હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ છે. અસામાજિક ત્તત્વો દ્વારા હિન્દુ સમાજનું અપમાન કરવા બદલ અને તેમજ દેવતાઓની મૂર્તિઓને નુકસાન કરવાનું કૃત્ય આચરનાર આવા ત્તત્વો સામે સખત પગલાં ભરવા માટે દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે જિલ્લા કલેકટર કચેરી પહોંચી આવેદન પત્ર આપ્યું હતું.