ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ નગરને પીવાનું શીતળ જળ પૂરું પાડતી વાવડી આજે પોતાના અસ્તિત્વ માટે ઝંખે છે

દાહોદ નગરજનોને શીતળ જળ આપનારી અને નગરની હરિયાળીમાં વધારો કરનારી તેમજ નગરની ધરોહર સમાન શહેરમાં આવેલી સ્ટેટ સમયની પ્રાચીન સાત વાવડીઓમાંથી કેટલીક જાળવણીના અભાવે કચરાપેટીમાં તબદીલ થઇ રહી છે. તો સોલંકીકાળ સહિતની ત્રણ વાવ અસ્તિત્વ ગુમાવીને જમીનમાં ધરબાઈ ગઈ છે. શહેરમાં એક-બે વાવ સિવાય તમામ વાવ જર્જરિત બનવા સાથે પોતાનું અસ્તિત્વ ગુમાવવાના આરે છે.

નગરજનોને શીતળ જળ આપનાર અને નગરની હરિયાળીમાં વધારો કરનાર તેમજ નગરની ધરોહર સમાન શહેરમાં આવેલી
નગરજનોને શીતળ જળ આપનાર અને નગરની હરિયાળીમાં વધારો કરનાર તેમજ નગરની ધરોહર સમાન શહેરમાં આવેલી

By

Published : Jun 18, 2020, 9:16 AM IST

દાહોદ: ઐતિહાસિક ધરોહર ધરાવતી દાહોદ જિલ્લામાં નંદા પ્રકારની 25 વાવડીઓ આવેલી છે. જે પૈકી સાત વાવડીઓ આવેલી છે. દાહોદ નગરમાં સિધ્ધેશ્વરી મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, પડાવ અને ગોધરા રોડ વિસ્તારમાં આવેલી છે. દાહોદ નગરમાં આવેલી 400 થી 500 વર્ષ જૂની પ્રાચીન વાવડીઓની વ્યવસ્થા ઉભી કરીને રજવાડાઓ દ્વારા નગરવાસીઓને પીવાનું પાણી પૂરું પાડતી હતી તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલા ખેતરોમાં વાવડીના જળ દ્વારા સિંચાઈના કારણે લીલી હરિયાળી જોવા મળતી હતી. દુષ્કાળના સમયે દાહોદના શહેરીજનોની શીતળ જળથી તરસ છીપાવનારી નંદા પ્રકારની આ વાવડીઓ તંત્રના પ્રતાપે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પોકાર પાડી રહી છે.

દાહોદ નગરને ક્યારેક પીવાનું શીતળ જળ પૂરું પાડતી વાવડી
દાહોદ શહેરના ઇન્દોર હાઇવે પર આવેલી ક્યારેક પીવાનું શીતળ જળ પૂરું પાડતી પ્રાચીન વાવ સાર સંભાળના અભાવે કચરાપેટીમાં તબદીલ થવા પામી છે. આ વાવડીના છત અને દિવાલો તેમજ પગથિયા જર્જરિત બની જવા પામ્યા છે. જ્યારે વાવના પાણીમાં ગંદકી ખદબદવાના કારણે બિન ઉપયોગી બની જવા પામી છે. જ્યારે શહેરના સહકાર નગર પાસે આશરે 300 વર્ષ જૂની કલાત્મક વાવડી આવેલી છે. આ વાવડી નજીક હનુમાનજી મંદિર અને ગૌશાળા આવેલ છે. વર્ષો જૂની એક ફૂટના પગથિયાવાળી નંદા પ્રકારની વાવડી જનતાની અને મંડળના અવેરનેસના કારણે નવપલ્લીત થવા પામી છે. આ વાવડી આજે પણ પીવાનું સ્વચ્છ અને શીતળ જળ આસપાસના લોકોને પૂરું પાડીને તેમને ટાઢક આપી રહી છે.
દાહોદ નગરને ક્યારેક પીવાનું શીતળ જળ પૂરું પાડતી વાવડી

ઐતિહાસિક વારસો ધરાવતી સિધ્ધરાજ સોલંકી કાળ સમયની કલાત્મક શિલ્પો ધરાવતી વાવડી ગોધરા રોડના ભરવાડ વાસ સામે આવેલી હતી. મીઠું શીતળ જળ પૂરું પાડતી સોલંકી કાળની આ વાવ કિનારે ચાર થાંભલાનો ગુંબજ સાથેનો મંડપ હતો. ઐતિહાસિક લખાણ અને કોતરેલ પથ્થરના શિલ્પવાળી આ વાવડી જમીન માફિયાઓ દ્વારા બુલડોઝર ફેરવીને ધરતીમાં ધરબી દેવાય છે. આમ સોલંકી કાળની ઐતિહાસિક વાવ તંત્રની નિષ્કાળજીના કારણે નામશેષ બની છે.


દાહોદ શહેરમાં આવેલ સિધ્ધેશ્વરી મંદિર પાસે આવેલી કલાત્મક કોતરણીવાળી વાવડી ક્યારેક આસપાસના વિસ્તારના લોકોને પીવાનું સ્વચ્છ જળ પૂરું પાડતી હતી. જે ગંદકીનો ઉકરડો બનવા પામી છે. આ વાવડીને બિલ્ડર દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવી છે. તેમજ તેમાં રહેલું બધું જળ અને કચરો બહાર કઢાવીને ફરીથી સમારકામ કરાવીને નવપલ્લિત કરવામાં આવી છે. જ્યારે શહેર મધ્યે આવેલા હનુમાન બજારમાં આવેલી લક્ષ્મી નારાયણ મંદિર પાસેની પ્રાચીન વાવડીની દિવાલ તોડી તેને મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા જાળીઓ બેસાડી દેવામાં આવી છે. ત્યારે શહેરમાં અસ્તિત્વ ગુમાવી રહેલી પ્રાચીન વાવડીઓનું સમારકામ તંત્ર દ્વારા કરાવીને ઐતિહાસિક વારસો અને કુદરતી પાણીના જળ સ્ત્રોતો સાચવવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details