દાહોદ જિલ્લાના છાપરી મુકામે આવેલ જિલ્લા સેવાસદનના સરદાર પટેલ સભાખંડમાં રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર જે.એન. સિંઘના અધ્યક્ષ સ્થાને એસ્પીરેશનલ ડીસ્ટ્રીકટ પ્રોગ્રામની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની પૂરતી તકેદારી રાખવા તેમજ આરોગ્ય તથા પોષણ બાબતે ખાસ કાળજી લેવીનું મુખ્ય સચીવ ડો. જે.એન. સિંઘે જણાવ્યું હતું.
આ બેઠકમાં તેમણે આરોગ્ય અને પોષણ બાબતોની સવિશેષ કાળજી લેવા જણાવ્યું હતું. ગર્ભવતી મહિલાઓ તથા બાળકોના કુપોષણ બાબત તેમજ ગ્રામ્ય કક્ષા સુધી દરેક ક્ષેત્રોમાં સઘન અને ઠોસ કામગીરી થાય તે માટે પુરતું મોનીટરીગ કરવા અને લાર્ભાથીઓને પૂરતો લાભ મળે તેવા તમામ પ્રયત્નો કરવા જિલ્લાના સંબધિત અધિકારીઓને તાકીદ કરી હતી. જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સવલતો પ્રાપ્ત થાય અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની પૂરતી તકેદારી રાખવા પણ જણાવ્યું હતું.