ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં મહિલા અધિકારી રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

દાહોદ: શહેરના ચાકલીયા રોડ સ્થિત ઝાલોદના રહેવાસી સી.ડી.ઈ.પી.ઓ. ઘટક ૩ના મહિલા કર્મચારી જયાબેન હિરાભાઈ પરમારે આઈસીડીએસ કચેરી દાહોદમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી દક્ષાબેન ચૌહાણના કહેવા પ્રમાણે નાગરીક પાસેથી રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા હતા. પંચમહાલ એસીબીની ટ્રેપે મહિલા અધિકારીની ધરપકડ કરી હતી.આ ઘટના બાદ વર્ગ - ૧ના મહિલા અધિકારી દક્ષાબેન ચૌહાણને પણ ACBની ટીમે ઝડપ્યા હતા.જે બાદ આ બન્ને અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

દાહોદમાં મહિલા અધિકારી રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા
દાહોદમાં મહિલા અધિકારી રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

By

Published : Dec 1, 2019, 2:41 AM IST

જે બાદ ACBની ટીમે આ બંને આરોપીઓને દાહોદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ACB ના અધિકારીની રજૂઆતને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ માટે ત્રીજી ડિસેમ્બર સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે.

દાહોદમાં મહિલા અધિકારી રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા


દાહોદના ચાકલીયા રોડ નજીક રહેતા સી.ડી.ઈ.પી.ઓ. જયાબેન હિરાભાઈ પરમારે એક જાગૃત નાગરિક પાસેથી રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. જ્યારે આ ઘટનામાં સંડોવાયેલા વર્ગ - ૧ના મહિલા અધિકારી એવા મહિલા અને બાળ વિકાસ વિભાગના વર્ગ - ૧ના આઈસીડીએસ કચેરી દાહોદમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી દક્ષાબેન ચૌહાણ રજા પર હોવાથી એસીબી પોલીસે તે સમયે તેમની અટક કરી ન હતી. આ બાદ એસીબી પોલીસને મળેલી માહિતી પ્રમાણે પ્રોગ્રામ ઓફીસર દક્ષાબેન ચૌહાણ પોતાના અમદાવાદ,બાપુનગર,જયબજરંગ સોસાયટી ખાતે રહેણાંક મકાન હોવાની દાહોદ એસીબી પોલીસને માહિતી મળતા આજરોજ દાહોદ એસીબી પોલીસના ઈન્સ્પેક્ટર વાઘેલા તથા તેમની ટીમે અમદાવાદ ખાતે ધામા નાંખ્યા હતા અને દક્ષાબેન ચૌહાણને તેમના નિવાસ્થાનેથી ઝડપ્યા હતા. જે બાદ દાહોદ ખાતે લાવી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.તેમજ ઝડપાયેલા બંને આરોપીઓને દાહોદ લાંચ વિરોધી શાખાના તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

અધિકારીને રજૂઆતને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ માટે ત્રીજી ડિસેમ્બર સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details