ગુજરાત

gujarat

ETV Bharat / state

'મહા' વાવાઝોડાને લઈને દાહોદ કલેકટર કચેરીમાં બેઠક યોજાઇ - મહા વાવાઝોડા

દાહોદ: દાહોદ જિલ્લામાં મહા વાવાઝોડાને અનુલક્ષીને વાવાઝોડા પહેલા તેમજ વાવાઝોડા પછીની તૈયારીઓ માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. વાવાઝોડાને અનુલક્ષીને સંપૂર્ણ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટને સાબદું કરવામાં આવ્‍યું છે. જિલ્લાનાં તમામ અધિકારીઓને હેડકવાર્ટરમાં જણાવાયું હતું.

દાહોદ

By

Published : Nov 4, 2019, 3:29 AM IST

દાહોદ નિવાસી અધિક કલેક્‍ટર એમ.જે.દવે ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટની મળેલી બેઠકમાં વાવાઝોડાને અનુલક્ષીને સંપૂર્ણ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટને સાબદું કરવામાં આવ્‍યું છે. વાવાઝોડા દરમિયાન હોર્ડિંગ્‍સ, પતરાં ઉડવાની સંભાવના રહેલી છે. જિલ્લાના વિવિધ સ્‍થળોએ નમેલા ઝાડ પડી જવાની સંભાવના હોય તેની વન વિભાગને તકેદારી રાખવા તેમજ વાવાઝોડાનાં સમય દરમિયાન, બચાવ કામગીરી માટે ટીમો તૈયાર રાખવા, આરોગ્‍ય વિભાગનાં કર્મીઓએ પ્રાથમિક સારવારની કીટ સાથે એમ્‍બ્‍યુલન્‍સ સાથે તૈયાર રાખવા, કોસ્‍ટલ હાઇવે નજીકનાં ગામોમાં સતર્કતા રાખવા, સસ્‍તા અનાજના દુકાનનો જથ્‍થો પહોંચતો કરવા, પ્રાથમિક શાળાઓ ખુલ્લી રાખવા, ટેલીફોન સેવા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે.સી.બી. ડમ્‍પર તૈયાર રાખવા, જે અધિકારીઓને વિસ્‍તાર ફાળવાયો છે. આ ઉપરાંત તે વિસ્‍તારનું સતત મોનિટરીંગ કરવા, ગ્રામસેવક, તલાટીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં પ્રાંત અધિકારીઓ અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

'મહા' વાવાઝોડાને લઈને દાહોદ કલેકટર કચેરીમાં બેઠક

ABOUT THE AUTHOR

...view details