દમણઃ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં હજારો શ્રમિકો પોતાના વતનથી દૂર અન્ય રાજ્યમાં ફસાયા છે. મધ્યપ્રદેશના 35 મજૂરો વાપીમાં ફસાયા છે. જેમને મદદ કરવા મધ્યપ્રદેશના સાંસદ રિતી પાઠકે વલસાડ સાંસદ અને વહીવટીતંત્રને ટ્વીટ કરી મદદ માટે અપીલ કરી હતી. હાલ તમામને જરૂરી સહાય કરવામાં આવી છે. પરંતુ આ શ્રમિકોની એક જ માગ છે કે, તેમને તેમના વતન જવું છે.
વાપીમાં લોકડાઉનમાં ફસાયેલા મધ્યપ્રદેશના મજૂરોની વતન જવા માગ
કોરોનાની મહામારીમાં લોકડાઉનમાં હજારો શ્રમિકો પોતાના વતનથી દૂર અન્ય રાજ્યમાં ફસાયા છે. જેમને પોતાના વતન પરત જવા માટે માગ કરી હતી. તોઓની માગણી છે કે, તેઓને વતન પહોચાડવામાં આવે જેથી તેઓ ખેતી કામ કરી શકે.
વાપીમાં લોકડાઉનમાં ફસાયેલા મધ્યપ્રદેશના મજૂરોની વતન જવા માગ
લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને શરૂઆતના દિવસોમાં ખૂબ જ પરેશાનીનો સામનો કર્યો હતો. બાથરૂમ, ટોયલેટ માટે પણ પૈસા ખર્ચવા પડતા હતાં. જે અંગે વહીવટીતંત્રને જાણ થતાં હાલમાં તમામ પ્રકારની જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
Last Updated : Apr 24, 2020, 3:58 PM IST