- સિવિલમાં બે દર્દીનું સફળતાપૂર્વક ઓપરેશન કરાયું
- 4 જેટલા દર્દીઓમાં જોવા મળ્યા લક્ષણો
- બિમારી નવી નથી વહેલી સારવારથી સાજા થઈ શકે છે
સેલવાસ(દમણ) : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં મ્યુકોરમાઇકોસીસ બ્લેક ફંગસના દર્દીઓ સામે આવ્યા છે. સેલવાસમાં આવેલા શ્રી વિનોબાભાવે હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસ બ્લેક ફંગસવાળા બે દર્દીના ઓપોરેશન કરાયા છે. જ્યારે અન્ય ચાર જેટલા દર્દીઓમાં પણ મ્યુકોરમાઇકોસીસના લક્ષણો જોવા મળ્યા હોવાની વિગતો હેલ્થ ડાયરેક્ટર ડૉ. વી. કે. દાસે આપી છે.
આ પણ વાંચો : બ્લૅક ફંગસ: સુરત જ્યાં સૌથી વધું કેસ આવ્યાં એ શહેરના આંખોના ત્રણ ડૉકટરોને સાંભળો
4 દર્દીમાં ફંગસના લક્ષણો જોવા મળ્યા
દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસની શ્રી વિનોબાભાવે સરકારી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસ બ્લેક ફંગસ પોઝિટિવના બે દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે બીજા 4 દર્દીમાં ફંગસના લક્ષણો જોવા મળ્યા છે. બ્લેક ફંગસના બે દર્દીનું સુરક્ષિત રીતે ઓપરેશન કરાયું હોવાનું જાણવા મળ્યું છે.
બ્લેક ફંગસ વાળા બે દર્દીના ઓપોરેશન સફળ રીતે કરાયા
દાદરા નગર હવેલીમાં મ્યુકોરમાઇકોસીસ બ્લેક ફંગસના દર્દીઓ ધીમે-ધીમે સામે આવતા ચિંતાનો માહોલ છવાયો છે. સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસ બ્લેક ફંગસ વાળા બે દર્દીના ઓપોરેશન સફળ રીતે કરાયા છે. જેઓ હાલ સારવાર હેઠળ છે. તેવું દાદરા નગર હવેલી અને દમણ અને દિવના હેલ્થ ડાયરેક્ટર ડૉ. વી. કે. દાસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : રેર ઓફ ધી રેર મ્યુકોરમાઇકોસીસ : વગર લક્ષણ પ્રથમવાર મસ્તિષ્કમાં ફંગસનો કેસ
બિમારી નવી નથી અને સમય પર સારવાર મળતા દર્દી સારા થઇ જાયડૉ. વી. કે. દાસે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ બિમારી નવી નથી અને સમય પર સારવાર મળતા દર્દી સારા થઇ જાય છે. આ બિમારી અગાઉ કેન્સરની દવા લેતા દર્દીઓ તેમજ જેઓનું સુગર લેવલ અસંતુલિત હોય એવા દર્દીઓમાં જોવા મળતી હતી. હાલ કોવિડની સારવાર દરમિયાન જેઓને ઇન્ફેકટેડ ઓક્સિજન બોટલ વાળા દર્દીઓમાં પણ જોવા મળી રહ્યા છે.
લોકો વેકસીનેશન માટે આગળ આવે તે જરૂરી
દાદરા નગર હવેલીમાં મ્યુકોરમાઇકોસીસ બ્લેક ફંગસના બે દર્દીના ઓપરેશન કરાયા છે. જેઓ હાલ સ્વસ્થ થઇ રહ્યા છે. ત્યારે 18 થી વધુ ઉંમરના લોકો કોવિડ સાવચેતી સાથે મ્યુકોરમાઇકોસીસથી બચવા બને તેટલા વહેલી તકે વેક્સિનેશન માટે આગળ આવે તે જરૂરી છે.