સંપત્તિ કેવી રીતેજેટ ગતિએ વધી તે જાણવા માટે ETV ભારતે કેટલાક નેતાઓના ચૂંટણીમાં રજુ કરેલ એફિડેવિટને ચકાસી, જેમાં પાંચ કે 15 વર્ષમાં નેતાઓની સંપત્તિ જેટ ગતિએ વધી હોવાનું જાણવા મળ્યું હતું.2004માં તેમની પાસે 28 હજાર કેશ હતા, તેમની પત્ની પાસે 1,15,000 કેશ હતાં.2009માં મોહનભાઈની અંગત રોકડ 52 હજાર, HUFમાં 3.28 લાખ હતાં. 2009માં પોતાની પત્ની પાસે 3.70 લાખ રોકડ રકમ હતી. 2014માં મોહન ડેલકર પાસે માત્ર 1588 હતી. અને પત્ની પાસે 2,46,045 રૂપિયા જ્યારે તેમના સંતાનો પાસે 4,61,854 રૂપિયાની રોકડ હતી.તેવી જ રીતે મોહનભાઇના 2004માં પોતાના 6 બેન્ક એકાઉન્ટમાંથી 2,24,326રૂપિયા હોવાનું અને તેમની પત્નીના 5 બેન્ક એકાઉન્ટ 31,17,631 રૂપિયા હોવાનું બતાવ્યું હતું. સંતાનોના 4 બેન્ક એકાઉન્ટમાં 1,50,473 રૂપિયા હતા.
2009માં મોહનભાઈના 6 બેન્ક એકાઉન્ટમાં 9,79,990 રૂપિયા, પત્નીના ત્રણ બેન્ક એકાઉન્ટમાં 6,73,992, સંતાનોના 7 બેન્ક ખાતામાં 29,81,197 રૂપિયા હતાં. 2014માં મોહન ડેલકરના બે બેન્ક ખાતામાં 52,252 રૂપિયા જ રહ્યા હતાં, પત્નીના 9 બેન્ક ખાતામાં 49,23,697 રૂપિયા હતા, સંતાનોના બેન્ક ખાતામાં 5,24,138 રૂપિયા હતાં. વીમા પોલિસીની વાત કરીએ તો મોહન ડેલકરની વર્ષ 2004માં 4.50 લાખની વીમા પોલિસી હતી. તે 2009 અને 2014માં પણ એટલી જ રહી હતી. જ્યારે વર્ષ 2004માં પત્નીની વીમા પોલિસી માત્ર એક લાખ હતી.
2009માં 10.50 લાખ અને 2014માં કુલ 10 પોલિસી 90,90,000 રૂપિયાની જણાવી હતી. સંતાનોની વાત કરીએ તો 2004માં 5-5 લાખની પોલીસી હતી, 2009માં 60 લાખની અને 2014માં 24 લાખની થઈ ગઈ.વાહનોની વાત કરીએ તો 2004માં મોહન ડેલકર પાસે 9,30,349ની કિંમતની એક હોન્ડા સીટી કાર હતી. પત્નીના નામે 4,77,606 રૂપિયાનો આઈશર ટેમ્પો હતો. 2009માંમોહન ડેલકર પાસે એજ કાર રહી. જ્યારે 2014માં પણ એજ હોન્ડા સીટી કાર હતી. પરંતુ પત્નીના નામે 2009માં 58,975ની કિંમતનો ટેમ્પો, 1,75,489 રૂપિયાની LP709BUS દીકરાના નામે 74,651 રૂપિયાની બાઇક, દીકરી પાસે 30 હજારની સ્ફુટી હતી.
2014માં પત્નીના નામે 4 વાહનો હતાં. 21,00,245 રૂપિયાની mahindra rextone R x7 કાર, 5,81,192ની કિંમતનો આઈશર ટેમ્પો, 19,51,425 રૂપિયાની ટોયોટા કાર અને 37,90,000 ની BMW, જ્યારે સંતાનો પાસે એજ બાઇક અને મોપેડ હતાં.જો કે અન્ય રાજકીય પરિવારની જેમ આ પરિવારમાં પણ જવેલરી ખરીદીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 2004માં મોહનભાઇ પાસે 36 હજારનું સોનુ, પત્ની પાસે 2,10 હજારના સોનાના અને 2750 રૂપિયાના ચાંદીના ઘરેણાં હતાં, 24 હજારના ઘરેણાં હતાં.