છોટાઉદેપુરઃ બોડેલી તાલુકાની મંજીપુર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં ત્રિમૂર્તિ રાજન ચોક્સી દ્વારા સરકારી નોકરીની રોકડી કરી લેવાનો આ કારસો તંત્રને ચકરાવે ચડાવે એવો છે. ત્રિમૂર્તિ પોતાની ફરજ બાજુએ મૂકી ધંધો કરે છે, પરંતુ શાળામાં તેમની સવારે અને સાંજે સહી કરવા આવે છે. બાકી તેમની જગ્યાએ અન્ય શિક્ષક પાયલબહેન પટેલ ભણાવવાનું કામ પુરું કરે છે. આ પાયલબહેનના પતિ બોડેલીમાં સી.આર.સી.કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે.
બોડેલીની મંજીપુર શાળામાં મુખ્ય શિક્ષકે આચર્યું ડમી શિક્ષકનું વિચિત્ર કૌભાંડ, જાણો વિગતે - છોટાઉદેપુર
બોડેલી તાલુકાની મંજીપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ત્રિમૂર્તિ રાજન ચોક્સીએ પોતાની જગ્યાએ ડમી શિક્ષક રાખ્યાં હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ ગેરરીતિમાં પણ અજમાવાયેલી યુક્તિઓએ તપાસતંત્રને ચકરાવે ચડાવ્યું હતું. ગેરરીતિના આ કિસ્સામાં મુખ્યશિક્ષકે પોતાની નોકરીનો સોદો કર્યો હતો. જેમાં પોતે ધંધો સંભાળે અને બીજી વ્યક્તિને નોકરી પર મોકલતાં હતાં.
બોડેલીની મંજીપુર શાળામાં મુખ્ય શિક્ષકે આચર્યું ડમી શિક્ષકનું વિચિત્ર કૌભાંડ
આ ગુપ્ત માહિતી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચીવ સુધી પહોંચી હતી. જેને લઇને તપાસ શરુ થઈ હતી. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર દ્વારા પાંચમી માર્ચે આકસ્મિક તપાસ કરતાં મુખ્ય શિક્ષક હાજર ન હતાં અને હાજરીપત્રકમાં સહી પણ કરેલી ન હતી. શાળાના પ્રથમ માળે આવેલ ધોરણ પાંચના વર્ગ ખંડમાં પાયલબહેન પટેલ નામના ખાનગી વ્યક્તિ શિક્ષણકાર્ય કરાવી રહેલ હતાં. વર્ગમાં હાજર બાળકોને પૂછતાં પાયલબહેન પટેલ તેમને ભણાવવા આવતાં હોવાનું જાણમાં આવ્યું હતું.