છોટા ઉદેપુર: જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં વાઘ બિલાડીની પૂજા વિધિ કરવાની અનોખી પરંપરા આજે પણ જોવા મળે છે. 90 ટકા આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાસાના તહેવારમાં (Divaso festival 2022 )વાઘણ દેવની પૂંજા વિધી દરમિયાન એક પુરુષ વાઘ બને તો એક પુરુષ બિલાડી બને છે. જે ઓને દૂધ પીવડાવી બન્નેને કાદવના લાડુ મારીને ભગાડવામાં આવે છે. આદિવાસી સમુદાયમાં દીવાસાનો( Puja of tiger cat in Chhota Udepur)તહેવાર એટેલે ગામની સીમમાં બિરાજમાન દેવોને પૂંજવાનો તહેવાર માનવામાં આવે છે.
ખેતરોમાં ઉગી નીકળેલાં ઘાસનું નિંદામણ -અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસીઓ મોટા ભાગના દેવી દેવતાઓ જંગલ અને પહાડોમાં વર્ષોથી સ્થાપિત કરવામાં આવેલા છે. જે દેવોને દિવાસાના તહેવાર દરમિયાન વાઘ બિલાડીની (Puja of the tiger cat )એક વિશિષ્ટ પ્રકારની પૂજા વિધી કરવામાં આવે છે. આદિવાસી સમાજનાં પૂર્વજો સદીઓ પહેલાથી દિવાસાની ઉજવણી દરમીયાન જામીન પર ઉગી નીકળેલા ઘાસના દેવ નોદરવા દેવને પૂજતા અને પ્રાર્થના કરતાં કે જમીન પર સારું એવું ઘાસ ઉગે, જેથી પશુઓ સારી રીતે હરી ફરીને ચરી શકે. તો ખેતરોમાં ઉગી નીકળેલા ઘાસને ના ઉખેડવાની પણ નોધર દેવ સમક્ષ મંજૂરી મેળવે છે. દિવાસા બાદ ખેતરોમાં ઉગી નીકળેલાં ઘાસનું નિંદામણ કરવામાં આવે છે.
ગામના શીમાડે તોરણોની પૂજા વિધિ -આદિવાસી સમાજમાં સદીઓથી દિવાસાના તહેવારનું મહત્વ છે. વરસાદ વરસ્યા બાદ ધરતી ઉપર ઘાસ ઉગી નીકળતા પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલી ધરતી પર લીલી ચાદર ઓઢાડી દીધી હોય એમ હરિયાળું બની જતું હોય છે. દિવાસા દેવની આગલી રાત્રિએ ઘાયના રૂપી કથા કરી દેવોને આમંત્રિત કરવામાં આવે છે, તો ગામના શીમાડે તોરણોની પૂજા વિધિ પણ કરવામાં આવે છે.