છોટા ઉદેપુર: જિલ્લાના લેહવાંટ ગામના વતની અને રાયફલ મેન લિલેશ રાઠવા(Rifle Man Lilesh Rathwa) કે જેઓ મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (President Ramnath Kovind)હસ્તે શૌર્યચક્ર પદકથી સન્માનિત (Shaurya Chakra)કરાયા છે. જેઓને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર લાભો હજી મળ્યાં નથી.
આતંકવાદીઓ સાથે અથડામણ
વર્ષ 2017માં મણીપુર નોર્થ ઇસ્ટના ચંડેલ જિલ્લાના સાજીતંબક ચોકી માર્ગ ખોલનારી એક સૈનિક ટીમને ચોંકી સ્થાપવાંનું કામ સોંપવામાં આવ્યું હતું. આ ટીમે સાવધાની પૂર્વક સવારના સાડા પાંચ વાગ્યે ક્ષેત્રને સાફ કરવાનું કામ શરૂ કરતાંની સાથે જ સાત થી આઠ આતંકવાદીઓનો સમૂહે નજીકથી ગોળીબાર(Collision with terrorists) કર્યો હતો. જેમાં શરૂઆતના ગોળીબારમાં બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. જેમાં એક જવાન શહીદ થયા હતા. ત્યારે બહાદુર જવાન રાયફલ મેન લિલેશ રાઠવાએ તેમના ઘાયલ સાથી સૈનિકો પાસે પહોંચીને લાઈટ મશીનગન દ્વારા વળતો પ્રહાર કરતા લિલેશ રાઠવાએ અદમ્ય સાહસ, સૂઝબૂઝ, કુશાગ્ર બુદ્ધિ થી 10 મિનિટ સુધી ગોળીબાર કરી આતંકવાદીઓને બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.