ગુજરાત

gujarat

By

Published : Mar 29, 2019, 3:03 AM IST

ETV Bharat / state

આદિવાસી વિસ્તારોમાં BSNLની ભેટ, 4G ઈન્ટરનેટની સુવિધાનો કરાયો પ્રારંભ

છોટાઉદેપુર: રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં BSNL દ્વારા 4G ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સ્પોટ ફોટો

દેશ ડીજીટલ ક્ષેત્રે ઉત્તરોઉત્તર પ્રગતિ કરી રહ્યું છે, અને ડીજીટલ થવા માટે સૌથી મહત્વનું માધ્યમ ગણાતું હોય તે ઈન્ટરનેટ છે. ત્યારે પોતાના ગ્રાહકોને ઈન્ટરનેટની ઝડપી સુવિધા મળી રહે તે માટે BSNL લીમીટેડના વડોદરા વિભાગ દ્વારા પાદરા, ડભોઇ બાદ હવે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર નગરમાં પણ 4G ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

4G ઈન્ટરનેટની સુવિધાનો કરાયો પ્રારંભ

વડોદરા વિભાગના મહા પ્રબંધક રમાકાંત શર્માનાં હસ્તે હાલમાં આ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેને લઇ હવે BSNL ગ્રાહકો પણ 4G હાઈસ્પીડની સુવિધા મેળવી શકશે, BSNLનાં આ પાયલોટ પ્રોજેક્ટનાં લાભને લઇ ગ્રાહકો માટે ખાસ ઓફર પણ કરવામાં આવી છે. જેમાં ૧૫ એપ્રિલ સુધી તમામ 3G સીમકાર્ડ ધારક ગ્રાહકોને વિનામૂલ્યે 4G સીમકાર્ડ આપવામાં આવશે ત્યારબાદ પ્રતિ સીમકાર્ડ માટે ૧૦૦ રૂપિયાનો ચાર્જ થશે.

4G સેવાનાં શુભારંભ કાર્યક્રમમાં સ્થાનિક સલાહકાર સમિતિના સભ્યો અને નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જે અંતર્ગત રમાકાંત શર્માએ જણાવ્યું હતું કે થોડા સમયમાં BSNL વધુને વધુ વિસ્તારમાં 4G સેવા શરુ કરવામા આવશે. અને ખાનગી કંપનીઓ કરતા BSNLની સેવા સસ્તી અને વધુ ફાયદાકારક નીવડશે.

ABOUT THE AUTHOR

...view details