- છોટાઉદેપુરના સૂર્યઘોડા થી રસીકરણ ની શરૂઆત
- જિલ્લામાં પ્રથમ વેકસિન આયુષ તબીબ ડો.મેહુલ રાઠવા ને આપાઇ
- કુલ ત્રણ કોરોના વોરીયાર ને વેકસિન આપાઇ
છોટાઉદેપુર :રાજ્ય પ્રધાન જ્યેન્દ્ર સિંહ પરમારની હાજરીમાં બોડેલી તાલુકાના સૂર્યાઘોડા ખાતેથી કોરોના રસીકરણની શરુઆત કરવામાં આવી હતી.જેમાં પ્રથમ વેકસિન આયુષ તબીબ મેહુલ રાઠવા બીજી એફ.એચ.ડબલ્યુ મન્સૂરી ફરજના બેન અને 108ના કર્મચારી નરેશભાઈ સોલંકી ને આપવામાં આવી હતી.વેકસિન કેન્દ્રનું રીબિન કાપીને જ્યેન્દ્ર સિંહ પરમાર દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું.છોટાઉદેપુર જિલ્લામાં અન્ય બે પી.એચ.સી સેન્ટર ખાતે પણ કોરોના વોરીયાર ને વેકસિન આપવામાં આવી હતી.