ACBએ છટકું ગોઠવી સરકારના 4 ભ્રષ્ટાચારી સેવકની કરી અટકાયત
છોટાઉદેપુર: જિલ્લામાં જળ સંચય યોજના અંતર્ગત બોડેલી ગામમાં આવેલી સુખી જળાશય યોજના અંતર્ગત ચેકડેમ બનાવવા માટે ગ્રાંન્ટ ફાળવેલી હતી. જેમાં ખોટા દસ્તાવેજો બનાવી ભ્રષ્ટાચાર કર્યા હોવાની ફરીયાદ દાખલ કરેલ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં જળ સંચય યોજના અંતર્ગત બોડેલી ગામમાં જળાશય યોજના વિભાગ 2માં ચેકડેમ બાનવવા માટે સરકાર તરફથી 2012-2013માં ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે ગ્રાન્ટમાં ચેક ડેમ નહી બનાવી અને તેના 10,57,829 રુપિયાના ખોટા દસ્તાવેજો ઉભા કરી અને ઉચાપત કરી હતી. જેના આધારે એસીબી પોલીસે ગુનો નોંધી આ યોજનામાં ભ્રષ્ટાચાર કરેલા તમામ આરોપી પી.આર.જોશી નિવૃત અધિક મદદનીશ ઈજનેર, એસ.કે.બારીયા હેડ ક્લાર્ક, ટીકો ઉર્ફે ધર્મરાજ બારીયા,કોન્ટ્રાક્ટર, ગોપાલ ડ્રાઈવર સહીત તમામની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આ તમામ આરોપીને કોર્ટમાં રજુ કરેલા જ્યાં નામદાર કોર્ટે તેમના આજરોજ સાંજ સુધીના રીમાંન્ડ મંજૂર કરેલી છે.