આજે મંગળવારે શાળાની માન્યતા રદ કરવા અંગે NSUIકાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગર જિલ્લાના શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી શાળીની માન્યતા રદ કરવા માટેની માગ કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ NSUIના મહામંત્રી અમિત પારેખે જણાવ્યુંહતું કે, ગાંધીનગરના સેક્ટર 15 સ્થિત ટીચર્સ યુનિવર્સિટીમાં સાંદિપની સ્કુલ ઓફ એક્સિલન્સ શરૂ કરવામાં આવી છે. સરકારે ગાંધીનગરની સરકારી શાળાઓને બંધ કરીયુનિવર્સિટીને બિલ્ડિંગ સોંપવામાં આવી છે. જેમાં હાલમાં ટીચર્સ યુનિવર્સિટી કાર્યરત છે. આ બિલ્ડિંગમાં માત્ર ટીચર્સ યુનિવર્સિટીની જ કામગીરી કરવાની હોય છે. પરંતુ ટીચર્સ યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા કૌભાંડ આચરીને બિલ્ડિંગમાં ખાનગીશાળા સાંદિપની સ્કૂલ ઓફ એક્સેલન્સ શરૂ કરી દેવામાં આવી છે.