ગુજરાત

gujarat

ETV Bharat / state

આજનો ઈતિહાસ: અનેક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે આ દિવસ

ન્યૂઝ ડેસ્કઃ ક્રિકેટના ઈતિહાસમાં 3 માર્ચનો દિવસ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. વર્ષનો આ દિવસ રમતની દુનીયમાં 2 મોટી ઘટનાઓનો સાક્ષી બન્યો છે. 3 માર્ચ 2006ના દિવસે શ્રીલંકાના સ્પિન બોલર મુથૈયા મુરલીધરને પોતાના કરિયરની 100મી મેચ રમતા 1000મી આંતરરાષ્ટ્રીય વિકેટ મેળવી હતી. આ સિદ્ધી મેળવનાર મુરલીધરન દુનિયાનો પ્રથમ બોલર હતો.

ફાઈલ ફોટો

By

Published : Mar 3, 2019, 11:06 AM IST

3 માર્ચના દિવસે જ બીજી ઘટના શ્રીલંકામાં ઘટી હતી. 3 ફેબ્રુઆરી 2009ના દિવસે પાકિસ્તાનના લાહૌરમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ શ્રૃખંલાના બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સ્ટેડીયમ તરફ રમવા જઈ રહી હતી. ત્યારે ક્રિકેટ ટીમની બસ ઉપર હથિયારબંધ લોકોએ ગોળીબાર કર્યો હતો.

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો

3 માર્ચના દિવસે અન્ય મહત્ત્વપૂર્ણ ઘટનાઓ...

  • 1707: પ્રિન્સ મુઅજ્જને બહાદુર શાહ પ્રથમના રુપમાં ઔરંગઝેબના સ્થાન પર મુગલ બાદશાહ બનાવવામાં આવ્યા હતા.
  • 1839: જમશેદજી ટાટાનો જન્મ આ દિવસે જન્મ થયો હતો.
  • 1919: મરાઠીના પ્રસિદ્ધ લેખક હરિનારાયણ આપ્ટેનું અવસાન થયું.
  • 1943: મહાત્મા ગાંધીએ 21 દિવસથી ચાલી રહેલી ભૂખ હડતાળનો અંત લાવવાનું નક્કી કર્યું.
  • 1965: અમેરિકાના નેવાડામાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.
  • 1966: BBCએ આગામી વર્ષથી રંગીન ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગની યોજના જાહેર કરી.
  • 1971: ચીને અવકાશમાં તેનો બીજો ભૂ-ઉપગ્રહ લોન્ચ કર્યો હતો.
  • 1973: વન્યજીવન સંરક્ષણ પર આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • 1974: તુર્કિ એરલાઈન્સનુ જેટ વિમાન ડીસી 10 અંકારાથી લંડન જઈ રહ્યુ હતુ, ત્યારે પેરિસ નજીક એક દુર્ઘટનામાં ક્રેશ થઈ ગયુ હતુ. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 345 લોકો મૃત્યુ પામ્યા હતા.
  • 1983: નવી દિલ્હીમાં સાતમુ ગુટ-નિરપેક્ષ શિખર સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
  • 2005: અમેરીકાના રોમાંચ પ્રેમી સ્ટીવ ફોસેટે વિમાનને 67 કલાક સુધી સતત રોકાયા વિના પૃથ્વીના ચક્કર લગાવ્યા હતા. આ દરમિયાન તેમણે વિમાનમાં ઈંધણ પણ ભર્યુ ન હતુ.
  • 2006: શ્રીલંકાના બેટ્સમેન મુથૈયા મુરલીધરને કરીયરની 100મી રમતી વખતે પોતાની 1000મી આંતરરાષ્ટ્રીય વિકેટ મેળવી હતી.
  • 2009: પાકિસ્તાનના લાહોરમાં ટેસ્ટ મેચ રમવા માટે શ્રીલંકાની ટીમની બસ પર સશસ્ત્ર હુમલાખોરોએ ગોળીબાર કર્યો
  • 2013: સંયુક્ત રાષ્ટ્ર એ આ દિવસને વિશ્વ વન્યજીવન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details