ડૉ. રાજુલબેન દેસાઈ જ્યારે ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે રાજ્યમાં એક દાખલો તો હાલમાં જ ભાજપના નરોડાના ધારાસભ્ય દ્વારા જાહેરમાં મહિલાને લાતો મારવામાં આવી હતી. જોકે આ બાબતે સમાધાન થઈ ગયું છે, પરંતુ મહિલા આયોગ ધારાસભ્ય સામે ફરિયાદ કરવામાં માનતું નથી.
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે
ગાંધીનગરઃ છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં મહિલાઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રીય મહિલા આયોગ અને ભારત સરકારના સભ્ય ડૉ રાજુલબેન દેસાઈ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતુ કે, આઠ રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈને નારી અદાલતો શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો રાજુલબેન દેસાઈ અમદાવાદ ગાંધીનગર અને બનાસકાંઠાની મુલાકાત લેવાના છે. ત્યારે રાજ્યમાં મહિલાઓની સ્થિતિ અને મહિલા સંબંધી આયોગની મળેલી ફરિયાદો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
આજે ગુરુવારે રાજ્ય મહિલા આયોગના ચેરમેન સહિત કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી કહ્યું કે રાષ્ટ્રીય મહિલા આયોગ આગામી સમયમાં આઠ ડિજિટલ અવેરનેસ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે. જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે એક ગ્રુપ બનાવવામાં આવશે. જેમાં 25 સભ્યો રહેશે અને તે સભ્યો સોશિયલ મીડિયા ઉપર સતત મહિલા સંબંધિત સમસ્યાઓનું માર્ગદર્શન આપતા રહેશે.