14મી વિધાનસભાના ત્રીજા સત્રની આજે શરૂઆત થઈ હતી. જેમાં સવારના 11 વાગ્યે રાજ્યપાલનું સંબોધન શરૂ થયું હતું, અને કાશ્મીરમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
વિધાનસભા સત્રના શરૂઆતમાં જ હોબાળો, રાજ્યપાલે સંબોધન ટૂંકાવ્યું - government
ગાંધીનગરઃ આજથી ત્રીજા વિધાનસભા સત્રની શરૂઆત થઈ હતી. શરૂઆતના દિવસે જ વિપક્ષ દ્વારા હોબાળો કરાતા રાજ્યપાલે પોતાનું સંબોધન ટૂંકાવું પડ્યું હતું.
file photo
ઉલ્લેખનિય છે કે, રાજયપાલના ઉદબોધન દરમ્યાન વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, અને જય જવાન જય કિસાન, દેવા માફી, ભ્રષ્ટાચાર હટાવો વિગેરે નારેબાજી કરી હતી અને આતંકવાદ હટાવો અમે તમારી સાથે છીએ ના નારા લગાવ્યા હતા. સમગ્ર સંબોધન દરમિયાન વિપક્ષે કરેલ હોબાળાને લઈને રાજ્યપાલે પોતાનું સંબોધન ટૂંકાવી દીધું હતું.