સિદ્ધુ અને વાડ્રા વચ્ચે શું વાતચીત થઇ તેની કોઇ જાણકારી મળી નથી. જણાવી દઇએ કે, મની લોન્ડ્રિંગ કેસ મામલે રૉબર્ટ વાડ્રાને 40થી વધારે પ્રશ્નો પુછવામાં આવ્યાં છે. વાડ્રાએ લંડનમાં કોઇ પણ પ્રકારની સંપત્તિ હોવાની ન કહી છે. તેમણે એ પણ કહ્યું કે, મારે સંજય ભંડારી સાથે કોઇ લેવા-દેવા નથી. જો કે, એ જરુર કીધું કે મનોજ અરોડાને તેઓ ઓળખે છે.
ED ફરી કરશે વાડ્રાની પૂછપરછ, સિદ્ધુ-વાડ્રા મળ્યાં - Gujarati News
નવી દિલ્હીઃ મની લોન્ડ્રિંગ મામલે રૉબર્ટ વાડ્રા આજે પ્રવર્તન નિદેશાલયની સામે હાજર થશે. આ પહેલા ED વાડ્રાની બે વખત પૂછપરછ કરી ચૂક્યું છે. આજે સવારે પંજાબના પ્રધાન નવજોત સિદ્ધુએ વાડ્રાના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી.
રૉબર્ટ વાડ્રા
આરોપ છે કે, અરોડાના માધ્યમથી જ વાડ્રાએ લંડનમાં સંપત્તિ ખરીદી હતી. ભંડારી સિંટેક ઇન્ટરનેશનલના માલિક છે.