ગુજરાત

gujarat

ETV Bharat / state

બિહાર: ગાંધી મેદાનની તરફ લોકોનાં ટોળા પહોંચ્યા, સુરક્ષાની સઘન વ્યવસ્થા

ન્યૂઝ ડેસ્કઃ બિહારની રાજધાની પટનાનાં ઐતિહાસીક ગાંધી મેદાનમાં NDAની યોજાનારી સંકલ્પ રેલીને લઈને શહેરના તમામ રસ્તાઓ સભા સ્થળ તરફ વળી ગયા છે. વડાપ્રધાન મોદી આજે ગાંધી મેદાનમાં વિશાળ જનસભાને સંબોધિત કરશે. આ રેલીમાં જોડાવા માટે લોકો બસ અને ટ્રેનમાં સફર કરી પટના પહોંચી ગયા છે.

ફોટો

By

Published : Mar 3, 2019, 2:58 PM IST

વડાપ્રધાન મોદીને સાંભળવા માટે હજારો લોકો પટના જંક્શન પર આવી રહ્યા છે. કુલ 18 સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. ટેકેદારોનો સમૂહ હાથમાં પક્ષનાં ધ્વજ અને બેનરો લઈ જગ્યા પર પહોંચી રહ્યા છે.

રેલીમાં જોડાવા આવી રહેલી લોકોની ભીડને લઈ રેલવે વહીવટ પણ સાવચેતી દાખવી રહ્યુ છે. પટના જંક્શન પર રેલીના ટેકેદારોની ભીડ જામે નહીં તે માટે GRP અને RPFની ટીમ સતત લોકોને અપીલ કરી રહી છે. રેલી સમર્થકોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે DRM રંજન પ્રકાશ ઠાકુર ખુદ પટના જંક્શન ખાતે લશ્કર સાથે છાવણીમાં છે.

વડાપ્રધાનની સંકલ્પ રેલીને લઈને સુરક્ષાની ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે. NIAની ટીમ ગાંધી મેદાન, આજુબાજુના વિસ્તાર અને બાલી રોડમાં તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details