ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં RTEમાં 85 હજાર બાળકોનો પ્રવેશ, એડમિશન માટે બે દિવસ વધાર્યા

ગાંધીનગર: રાજ્યમાં RTE હેઠળ 1.18 લાખ જગ્યા પર એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 99,479 એડમિશન એલોટ કર્યા હતા. 69,840 વિદ્યાર્થીના પ્રમાણપત્ર ઉપલોડ કરવામાં આવ્યા છે. જેમાં 84,895 વિધાર્થીઓએ સોમવારે પોતાના એડમિશન કરી લીધા છે. 11 હજાર વિદ્યાર્થીના એડમિશન કરવાના બાકી છે. જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા બે દિવસ એડમિશન માટે લંબાવવામાં આવ્યા છે. પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ.જોશીએ કહ્યું કે, જે શાળાઓ RTE હેઠળ એડમિશન આપતી નથી, તેમની સામે RTE એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

By

Published : May 14, 2019, 2:18 AM IST

વીડિયો

પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ. જોશીએ કહ્યું કે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને નબળા વર્ગના બાળકોને તેના નિવાસ સ્થાનથી 10 કિલોમીટરના અંતરમાં આવેલી ખાનગી શાળામાં એડમિશન આપવામાં આવતું હોય છે.

રાજ્યમાં RTE માં 85 હજાર બાળકોનો પ્રવેશ, એડમિશન માટે બે દિવસ વધાર્યા

ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 6 મેના રોજ પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે 13 મેના રોજ પ્રવેશ મેળવવાનો હતો પરંતુ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કામગીરી બાકી હોવાના કારણે બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવાનું બાકી હોય તેમણે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જ્યારે જે શાળાઓ પ્રવેશ આપતી નથી, તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details