ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, ગાંધીનગર શહેરમાં વધતી ટુવિહલ ચોરીને લઈને સેક્ટર 7 પોલીસ દ્વારા સર્વે સ્કોડની રચના કરવામાં આવી હતી. અલગ અલગ જગ્યાએ ચોરી કરતા શખ્સોને પકડવા માટે વોચ રાખવામાં આવતી હતી. સર્વેલન્સ બોર્ડના પી.એસ.આઇ ડી એસ રાઓલ, મહાવીરસિંહ રાણા, રતનસિંહ બારડ,જગદીશસિંહ, ધર્મેન્દ્રસિંહ, બેચરભાઈ, કનકસિંહ સહિતના કર્મચારીઓ શહેરમાં વિવિધ જગ્યાએ વોચ રાખતા હતા. સેક્ટર 21 પાસે આવેલી L.I.C કચેરી નજીક બે શખ્સની હિલચાલ શંકા જોવા મળી હતી.
ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરતા 2 કિશોરો પોલીસ સકંજામાં
ગાંધીનગર : શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એકાંતરે વાહનોની ચોરી થતી હતી. પોતાની કિશોરાવસ્થામાં જ ડુપ્લીકેટ ચાવીથી વાહનો ચોરતા બે કિશોરોને પોલીસે પકડી પાડયા છે. ગાંધીનગર શહેર ઉપરાંત અલગ-અલગ વિસ્તારમાંથી ચોરી કરવામાં આવેલા 33 વાહનોનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. 10.66 લાખના વાહનો ઓછી કિંમતમાં વેચતા હતાં. ત્યારે ડુપ્લિકેટ ચાવીથી ઘટનાને અંજામ આપતા હતા.
પોલીસે આ બન્ને શખ્સોને ઝડપી લીધા હતા. આ બંને કિશોરો ડુપ્લીકેટ ચાવીથી સેકટર-7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 13 વાહન, સેક્ટર 21 પોલીસ વિસ્તારમાંથી 1 સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર, શાહીબાગ પોલીસ સ્ટેશન, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન, અમદાવાદ આનંદ નગર વિસ્તારમાંથી 1, અન્ય વિસ્તારમાંથી 2વાહનની ચોરી કરવામાં આવી હતી.
પકડાયેલા બંને કિશોરો દ્વારા 10. 66લાખના વાહનોની ચોરી કરવામાં આવી છે. 33 વાહનો પોલીસે જપ્ત કર્યા છે. આ તમામ વાહનો રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારમાં વિસ્તારમાં મામૂલી કિંમતમાં પોતાનો શોખ પૂરો કરવા માટે વેચતા હતા. આ બંને આરોપીઓ ઈટોના ભઠ્ઠા ઉપર કામ કરતા હતા. મુલાકાત થયા બાદ ચોરી કરવાનો પ્લાન શરૂ કર્યો હતો.