રાજ્યમાં 16 વર્ષ પહેલા શાળા પ્રવેશોત્સવનો આરંભ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે સરકાર દ્વારા 13,14 અને 15 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન રાજ્ય ઉપર વાવાઝોડાનું સંકટ ઘેરાયું હતું. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાને લઈને ખાનાખરાબી થાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. પરિણામે સરકારના મંત્રીઓ અને સંત્રીઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં નુકસાનને રોકવા પહોંચ્યાં હતા.
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ કરતા યોગ દિવસ ચડિયાતો, આ વર્ષે નહીં યોજાય શાળા પ્રવેશોત્સવ
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતાં, ત્યારે તેમણે ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ શરૂ કરવ્યો હતો. આ પ્રવેશોત્સવમાં અધિકારીઓ અને પદાધિકારીઓ નવા સત્રની શરૂઆતમાં બાળકોને શાળામાં જઈને પ્રવેશ કરાવતા હતા. પરંતુ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની આ પરંપરા ચાલુ વર્ષે તૂટી જશે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ચાલુ વર્ષે હવે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે નહી.
ત્યારે તે સમય દરમ્યાન શાળા પ્રવેશોત્સવ બનાવી શકાય ન હતો. જેને લઇને રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, રાજ્યમાં હવે ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ મનાવવામાં નહિ આવે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. જ્યારે આગામી મહિને વિધાનસભાનું સત્ર શરૂ થશે. જેને લઇને તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ કામગીરીમાં લાગ્યા છે. ત્યારે 16 વર્ષમાં પ્રથમવખત તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવને ગ્રહણ લાગ્યું છે. શાળા પ્રવેશોત્સવની પરંપરા તૂટી છે.