દિલ્હી અને કોલકાતામાં રવિવારે પેટ્રોલના ભાવમાં 42 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. પેટ્રોલના ભાવ મુંબઈમાં 41 પૈસા અને ચૈન્નઈમાં 44 પૈસા પ્રતિ લીટર ઘટી ગયા છે. તો બીજી તરફ દિલ્હીમાં 17 પૈસા, કોલકાતા, મુંબઈ અને ચૈન્નઈમાં 18 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે નોંધાયો ઘટાડો - Delhi
નવી દિલ્હીઃ ક્રૂડ ઓઇલ વિક્રેતા કંપનીઓએ રવિવારે સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી ઉપભોક્તાઓને મોંઘવારીમાં ઘણી રાહત આપી છે. આ ચાર દિવસોમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પેટ્રોલના ભાવ 1.27 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 55 પૈસા સસ્તુ થઈ ગયું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ, દિલ્હીમાં 71.73 રૂપિયા, કોલકાતા 73.79 રૂપિયા, મુંબઈ 77.34 રૂપિયા અને ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 74.46 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. તો બીજી તરફ આ મહાનગરોમાં ડીઝલના ભાવ ઘટીને દિલ્હીમાં 66.11 રૂપિયા, મુંબઈમાં 67.86 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.