રાજ્યના પાટનગર બેઠક પર પાસ કન્વીનર સહિત અપક્ષોનો રાફડો ફાટયો હતો. ઉમેદવારી દરમિયાન 45 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી પરંતુ હવે પાસ કન્વીનર પાણીમાં બેસતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય સી.જે.ચાવડાની સીધી ટક્કર જોવા મળશે તે નક્કી રહ્યું. ઉમેદવારી પરત ખેંચવાના દિવસે દસ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા હવે માત્ર 17 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યા છે.
ગાંધીનગર લોકસભા બેઠક ઉપર કુલ 45 ઉમેદવારોએ 52 ઉમેદવારીપત્રો ભર્યા હતા. જેમાંથી 11 ઉમેદવારીપત્રો ચકાસણી દરમિયાન રદ થયા હતા. ત્યારબાદ શનિવારે સાત ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર રાજ્યમાં લોકસભાની બેઠકમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે વધુ 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ઉપર કુલ 17 ઉમેદવાર હવે ચૂંટણીના મેદાનમાં જોવા મળી રહ્યા છે.
પાસ કન્વીનર 'સાબવા' પાણીમાં બેઠા, ગાંધીનગર બેઠક ઉપર હવે ભાજપ-કોંગ્રેસની સીધી ટક્કર - lok sabha
ગાંધીનગરઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. રાજ્યની તમામ બેઠક ઉપર હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર હવે ભાજપ-કોંગ્રેસને સીધી ટક્કર જોવા મળશે.
ગાંધીનગર લોકસભા બેઠક પર પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિલીપ સાબવા પાણીમાં બેસી જતા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું તેથી હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની સીધી ટક્કર જામશે.
ગાંધીનગર લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી 1999 સતત વિજેતા થતા આવ્યા છે. હવે તેમની જગ્યાએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ગાંધીનગર ઉત્તર બેઠકના વર્તમાન ધારાસભ્ય ડોક્ટર સી.જે.ચાવડા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. ઉપરાંત બીએસપીમાંથી જયેન્દ્ર રાઠોડ, પીપલ્સ પાર્ટી ઓફ ઇન્ડિયામાંથી હસમુખ ચંદ્રપાલ, પ્રવીણ તોગડિયાની હિન્દુસ્તાન નિર્માણ દલમાંથી અમરીશ પટેલ, જનસત્ય પાર્ટીમાંથી નરેન્દ્ર ત્રિવેદી, ગરવી ગુજરાત પાર્ટીમાંથી પ્રકાશ મકવાણા, બહુજન મુક્તિ પાર્ટીમાંથી ભોગીભાઈ રાઠોડ, રાઈટ ટુ રીકોલ પાર્ટીમાંથી રાહુલ મહેતા, બહુજન સુરક્ષાદળમાંથી એન ટી સેંગલ, જ્યારે અપક્ષમાંથી ખોડાભાઈ દેસાઈ, સાહીનબાનું શેખ ફિરોજખાન પઠાણ, અનિલકુમાર મકવાણા, મહેન્દ્ર પટણી, વાલજીભાઈ રાઠોડ અને અલી મોહમ્મદ વોરાએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.