ઘટનાની વિગત અનુસાર અમદાવાદના કિશોર તથા યુવક એક્ટિવા પર કલોલના કાંઠા ગામ સ્થિત હકડશા માતાજીના મંદિરે દર્શન માટે ગયા હતા. રવિવારે વહેલી સવારે તેઓ દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે સરઢવથી મોટીઆદરજ જતા રોડ પર એક ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી જેમાં વિમલ અને ચિરાગ નામના બંને ભાઈઓ રોડ પર પછડાયા હતા.
કાંઠાના મેળામાંથી પરત ફરતા કિશોરનું અકસ્માતમાં થયું મોત - police
ગાંધીનગરઃ તાલુકાના સરઢવ ગામ પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં અમદાવાદના કિશોરનું મોત થયું છે. અમદાવાદનો એક કિશોર અને યુવક કાંઠા ગામે હડકમાઈ માતાજીના મંદિરે ભરાયેલા મેળામાંથી પરત ફરતા હતા ત્યારે વહેલી સવારે 6 વાગ્યે અકસ્માત થયો હતો.
સ્પોટ ફોટો
15 વર્ષીય વિમલના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું. અકસ્માત બાદ MP-37-GA-2035નો ચાલક ટ્રક મુકી ભાગી છૂટ્યો હતો. અકસ્માતને પગલે મૃતક કિશોરના પિતા વિનોદભાઈ નટવરભઈ ચુનારાની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.