આ શોભાયાત્રાનું મોડાસા સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિશ્વહિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી તથા મહંત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ પહેલા ઉજ્જૈનના મહાકાલેશ્વર ખાતે પ્રથમ જ્યોતિલિંગ સમારોહ યોજાયો હતો. ત્યાર બાદ આ વર્ષે ગુજરાતના સોમનાથ ટ્રસ્ટના યજમાન બની દ્રિતીય દ્વાદશ જ્યોતિલિંગ સમારોહનું યોજવાનું નક્કી કરાયું હતું.
દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રા અરવલ્લી પહોંચી
અરવલ્લીઃ દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહનું આ વર્ષે ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. લોકો વધુમાં વધુ લાભ લઇ શકે તે હેતુથી દરેક જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ ગુજરાતના બઘા જિલ્લામાંથી શોભાયાત્રા નીકળી સોમનાથ પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા અરવલ્લી જિલ્લામાં આવી પહોંચી હતી, જેનો મોટી સંખ્યામાં ભાવિભક્તોએ લ્હાવો લીધો હતો.
જૂઓ વિડિયો
તારીખ 23થી 25 સોમનાથ ખાતે સાગરના સાનિધ્યમાં યોજાશે. જેમાં દેશના આસ્થા સમાન 12 જ્યોતિર્લિંગના ટ્રસ્ટીઓ, પૂજારીઓ, દાતાઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. સોમનાથ ખાતે યોજાનાર આ ધાર્મિક કાર્યક્રમ અંગે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્યના 33 જિલ્લાઓમાં શોભાયાત્રા યોજાઈ રહી છે. જે અંતર્ગત આ રથ મોડાસા ખાતે પહોંચતા ભક્તોએ દર્શનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.