ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતનો રસપ્રદ ઈતિહાસ, જાણો વિગતે

ગાંધીનગરઃ આગામી ર૩ એપ્રિલ, ર૦૧૯ના ગુજરાતમાં ૧૭મી લોકસભા માટે ર૬ બેઠકો પર મતદાન યોજાવાનું છે. લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવાર પસંદ કરતા હોય છે. ગુજરાતની ૧૯૬૦માં અલગ રાજ્ય તરીકે સ્થાપના થઇ ત્યારથી ર૦૧૪ સુધીની લોકસભા ચૂંટણીઓમાં મતદારોએ પોતાના આ મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને સંસદમાં પ્રતિનિધિત્વ કરવા પોતાના મતક્ષેત્રના ઉમેદવારને ચૂંટીને મોકલ્યા છે.

Gujarat

By

Published : Mar 14, 2019, 7:38 PM IST

ચૂંટણી આયોગની વેબસાઇટ પર ગુજરાત રાજ્યના અગાઉની ચૂંટણીઓની મતદાનની તવારીખ જોઇએ તો કેટલીક રસપ્રદ હકીકતો સામે આવી છે. ૧૯૬૦માં ગુજરાત દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું, ત્યારબાદ ૧૯૬રમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 22 બેઠકો હતી. જે ૧૯૬૭માં વધીને ર૪ થઇ અને ૧૯૭૭થી ર૬ બેઠકો થઇ છે.

૧૯૬૭માં યોજાયેલી લોકસભા ચૂંટણીઓમાં રાજ્યની ર૪ બેઠકો માટે ૮૦ ઉમેદવારોએ પોતાનું ભાવિ અજમાવેલું તે વેળાએ રાજ્યના કુલ ૧ કરોડ ૬ લાખ ૯ર હજાર ૯૪૮ મતદારો પૈકી ૬૮ લાખ, ૧૮ હજાર ૬૮ર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સૌથી વધુ ૬૩.૭૭ ટકા મતદાન તે વેળાએ રાજ્યમાં નોંધાયું હતું. ત્યારબાદ સૌથી વધુ મતદાન ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં એટલે કે ૬૩.૬૬ ટકા રહ્યું હતું, એ વેળાએ રાજ્યના ૪ કરોડ ૬ લાખ ૩ હજાર ૧૦૪ મતદારોમાંથી ર કરોડ પ૭ લાખ ૩ હજાર ૧૭૭ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરનારા ઉમેદવારોની સંખ્યાની વેબસાઇટમાં જણાવેલી વિગતો પર દ્રષ્ટિ કરીએ તો જણાય છે કે, રાજ્યમાં ર૬ બેઠકો માટે સૌથી વધુ પ૭૭ ઉમેદવારોએ ૧૯૯૬ની લોકસભા ચૂંટણીઓમાં ઉમેદવારી કરી હતી. આ ચૂંટણીઓમાં ર કરોડ ૮પ લાખ ર૯ હજાર ૦૯૪ મતદારો પૈકીના ૧ કરોડ ર લાખ ૪૮ હજાર ૬પ૦એ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સૌથી ઓછું એટલે કે ૩પ.૯ર ટકા મતદાન નોંધાયું હતું.

ચૂંટણી આયોગની વેબસાઇટમાં દર્શાવેલી રાજ્યમાં લોકસભા ચૂંટણીઓના ઉમેદવારોની વિગતો જોઇએ તો ૧૯૬રમાં ૬૮, ૧૯૬૭માં ૮૦, ૧૯૭૧માં ૧૧૮, ૧૯૭૭માં ૧૧ર, ૧૯૮૦માં ૧૬૯, ૧૯૮૪માં રર૯, ૧૯૮૯માં ર૬૧, ૧૯૯૧માં ૪ર૦, ૧૯૯૬માં પ૭૭, ૧૯૯૮માં ૧૩૯, ૧૯૯૯માં ૧પ૯, ર૦૦૪માં ૧૬ર, ર૦૦૯માં ૩પ૯ અને ર૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં ૩૩૪ ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવી ચૂક્યા છે.

મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની પવિત્ર ફરજ અદા કરી શકે તે માટે ચૂંટણીઓના આ પર્વમાં મતદાન મથકો, ચૂંટણી આયોગ અને પ્રશાસન દ્વારા ઊભા કરવામાં આવતા હોય છે. આવાં મતદાન મથકોની વિગતો પણ આ અધિકૃત વેબસાઇટમાં આવી છે. તદ્દઅનુસાર, ૧૯૬રમાં રર બેઠકોની ચૂંટણી માટે ૯પ લાખ ૩૪ હજાર ૯૭૪ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ૧૦,૯૬૦ મતદાન મથકો હતાં. મતદારોમાં થતા વધારા સાથોસાથ મતદાન મથકોની સંખ્યામાં પણ વૃદ્ધિ થતી જાય છે અને ર૦૧૯ની આગામી ચૂંટણીઓના તા. ર૩ એપ્રિલના થનારા મતદાન માટે રાજ્યમાં પ૧,૭૦૯ જેટલા મતદાન મથકો ઊભા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details