ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજ્જુ બાબાભાઈની પહેલ: પ્રત્યેક શહીદને 1 લાખની સહાય

ગાંધીનગરઃ એકબાજુ સમગ્ર ભારત દેશ શહીદોની શ્રદ્ધાંજલિ માટે આગળ આવ્યો છે, પણ શહીદોના પરિવારનું શુ થશે? તે માટે અનેક લોકોએએ પહેલ કરી છે. ગુજરાતના જય સોમનાથ ઇન્ફાસ્ટકચરના માલિક બાબુભાઇએ મદદની પહેલ કરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના માર્ગદર્શનથી જય સોમનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બાબુભાઇ પટેલના પરિવારે પ્રત્યેક શહીદ દીઠ ૧ લાખની સહાય જાહેર કરી છે.

નીતિન પટેલ )નાયબ મુખ્ય પ્રધાન ગુજરાત)

By

Published : Feb 16, 2019, 9:16 PM IST

૪૪ શહીદોના પરિવારોને ૪૪ લાખ અપાશે, તેવી જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી હતી. આ બાબતે નીતિન પટેલે રાજ્ય સરકાર વતી બાબુભાઈને અભિનંદન પણ આપ્યા હતા. જ્યારે અન્યોને પણ સહાય માટે આગળ આવવા અપીલ કરી હતી.

નીતિન પટેલ )નાયબ મુખ્ય પ્રધાન ગુજરાત)

જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે CRPFના જવાનો ઉપર કટ્ટરવાદી સંગઠનોના આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો. જેમાં 40 જેટલા ભારતના સપુતો શહીદ થયાં છે. આ શહીદ જવાનોના પરિવારજનોને મદદરૂપ થવા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના માર્ગદર્શનથી ગુજરાતના જય સોમનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક બાબુભાઇ પટેલ અને રમણભાઇ પટેલના પરિવારે શહીદ દીઠ ૧ લાખની સહાય કરવાનો નિર્ણય કર્યો છે.

આ સંદર્ભે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઉમેર્યુ કે, દેશભરમાંથી શહીદો માટે સહાયની સરવાણી થઇ રહી છે, ત્યારે બાબુભાઇ પટેલે ગત રોજ મારો સંપર્ક કરીને શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માર્ગદર્શન માંગ્યું હતું, મેં તેમના ઉત્સાહને વધાવી પ્રેરણા આપીને માર્ગદર્શન આપ્યું હતું. જેથી પ્રેરાઇને તેઓએ સહાય કરવાનો નિર્ણય કર્યો હતો. સત્વરે શહીદોના પરિવારજનોને આ મદદ પહોંચતી કરાશે.

બાબુભાઇ પટેલના પરિવાર દ્વારા શહીદોની શહાદત માટે શ્રદ્ધાંજલિ આપવા જે પ્રયાસ કરાયો છે. તે ગુજરાત માટે ગૌરવની વાત છે અને અન્ય લોકો તથા સેવાભાવી સંસ્થાઓ પણ આ માટે પ્રેરાશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details