ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં ખનન ચોરી સામે સરકારની લાલ આંખ છતા પણ 16 કરોડથી વધુની વસુલાત બાકી - GDR

ગાંધીનગરઃ રાજ્યમાં ખાણ ખનીજ વિભાગને સૌથી મલાઈદાર વિભાગ માનવામાં આવે છે. આ વિભાગનો સ્વતંત્ર હવાલો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી છે. તેમ છતાં સરકારની આંખમાં ધૂળ નાખીને અનેક જગ્યાએ 16 કરોડની ખનીજ વસુલાત બાકી હોવાનું સામે આવ્યું છે.

ખનન ચોરી

By

Published : Jul 11, 2019, 9:31 PM IST

રાજ્યના ખનીજ ચોરીમાં રાજ્ય સરકાર દ્વારા જે તે દોષિત કંપની અને વ્યક્તિને સજાના સ્વરૂપે દંડ ફાટકારતી હોય છે. ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ ખાણ ખનીજ ચોરીના કિસ્સા નોંધવામાં આવ્યા છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન આંકડા સામે આવ્યા હતા કે, ખનીજ ચોરીના કેસમાં સમગ્ર રાજ્યમાંથી સરકારને 16,61,155.84 લાખ જેટલી રકમની વસુલાત કરવાની બાકી છે.

જ્યારે માર્ચ 2019ની દ્રષ્ટિએ વસુલાતની રકમનો મસમોટો આંકડો વિધાનસભા ગૃહમાં સામે આવ્યો હતો. જો જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો, ખાણ ખનીજ વિભાગમાં સૌથી વધુ વસૂલાત પોરબંદરમાં 50,157.36 લાખ રુપીયાની વસૂલાત બાકી છે. જેમાં છેલ્લાં બે વર્ષમાં 21,880.78 લાખ રુપીયાની વસૂલાત બાકી હોવાનું સરકારે ગૃહમાં કબુલ્યું હતું. છેલ્લાં બે વર્ષમાં સુરત જિલ્લામાંથી કુલ 3,323.59 લાખ રકમ વસુલવાની બાકી છે.

ABOUT THE AUTHOR

...view details