ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારી તિજોરી ભરવા માટે TET-TAT પરીક્ષાઓ યોજાય છે, ભરતી કરાતી નથી - TET

ગાંધીનગરઃ રાજ્યની મોટાભાગની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત જોવા મળી રહી છે. શિક્ષકોની ઓછી હાજરી વચ્ચે પણ વિદ્યાર્થીઓના ભણતરના ભોગે સરકારી તંત્રનું કામ કરાવવામાં આવે છે. તેમ છતાં સરકારને જાણે વિદ્યાર્થીઓની પડી જ ન હોય એ રીતે વ્યવહાર કરવામાં આવે છે. રાજ્યમાં લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો નોકરી માટે ફાંફાં મારી રહ્યા છે. તેનો લાભ લેવા માટે સરકારનું શિક્ષણ તંત્ર TET અને TATની પરીક્ષાઓ યોજીને સરકારી તિજોરી ભરવાની કામગીરી કરે છે, પરંતુ TET અને TAT પાસ ઉમેદવારોને શિક્ષક તરીકે ભરતી કરવામાં આવતા નથી. જે પ્રશ્નોને લઈને મંગળવારે મોટી સંખ્યામાં TET અને TAT પાસ ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરીને ભરતી કરવા માટે તેમના અવાજને બુલંદ કર્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Jun 19, 2019, 2:15 AM IST

ગાંધીનગરમાં છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી TET અને TAT પાસ ઉમેદવારો શિક્ષક તરીકે ભરતી કરવા માટે રજૂઆત કરવા આવી રહ્યા છે. સરકાર દ્વારા TET અને TAT પરીક્ષા લેવામાં આવે છે દર બે વર્ષે ઉમેદવારોની પરીક્ષા યોજી રહ્યા છે પરંતુ, તેની સામે બે વર્ષમાં એક વખત પણ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી. પરીક્ષાઓનું આયોજન કરીને શિક્ષિત બેરોજગાર યુવાનો પાસેથી પરીક્ષાની ફીના નામે રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે. જ્યારે શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાની થાય ત્યારે પ્રવાસી શિક્ષકના નામે ઉમેદવારોને પસંદ કરી લેવામાં આવે છે. જ્યારે શિક્ષક બનીને નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો લાઈનમાં જ ઉભા રહી જાય છે. ત્યારે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં આવા ઉમેદવારોએ ચાલુ વરસાદમાં ઊભા રહીને ધરણા કર્યા હતા અને સરકારમાં મોટી ભરતી કરવા માટે રજૂઆત કરી હતી.

સરકારી તિજોરી ભરવા માટે TET-TAT પરીક્ષાઓ

TAT પરીક્ષા પાસ કરનાર ભાવિ શિક્ષક શિવરામ મોદીએ કહ્યું કે, અનેક વખત સરકારમાં રજૂઆત કરવા છતાં ભરતી કરવામાં આવતી નથી. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. શિક્ષિત બેરોજગારો નોકરી માટે આમતેમ ભટકી રહ્યા છે. ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે સતત નીચે ઉતરતો જઈ રહ્યું છે. તેમ છતાં સરકાર શિક્ષકોની ભરતી નહી કરીને અમારી સાથે અન્યાય કરી રહી છે. ત્યારે દર બે વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક માટે લાયકાત ગણાતી TET અને TAT પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન માત્રને માત્ર સરકારની તિજોરી ભરવા માટે કરવામાં આવતું હોય તેવું ફલિત થઇ રહ્યું છે. રાજ્યમાં અસંખ્ય TET TAT પાસ ઉમેદવારો નોકરી માટે રજૂઆત કરવા માટે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં એકઠા થયા છીએ. જો સરકાર આગામી દિવસોમાં મોટી ભરતી નહી કરે તો વિધાનસભાના સત્ર દરમિયાન જોવા જેવી થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details