ગુજરાત

gujarat

ETV Bharat / state

મુલ્યાંકન કામગીરીમાં હાથ ખંખેરનાર 3500 શિક્ષકો સામે બોર્ડની લાલ આંખ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10, 12ની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી દરમિયાન કામગીરીથી અડગા રહેનાર શિક્ષકો સામે દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જેમાં વિજ્ઞાન પ્રવાહના 1500 અને સામાન્ય પ્રવાહના 2000 શિક્ષકો કામગીરીથી અળગા રહેતા તેમને નોટિસ ફટકારવામાં આવી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 29, 2019, 10:25 PM IST

આ બાબતે સાત દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. શિક્ષકો દ્વારા આ બાબતે યોગ્ય જવાબ આપવામાં નહી આવે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે તેમ માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારી ડો.અવનીબા મોરીએ જણાવ્યું હતું.

શિક્ષકો સામે શિક્ષણ બોર્ડની લાલ આંખ

માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારી ડો. અવનીબા મોરીએ કહ્યું કે, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10, 12ની પરીક્ષામા વિદ્યાર્થીઓની ઉત્તરવહી મૂલ્યાંકન કરવા માટે બોર્ડ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવતું હોય છે. જેને લઈને શિક્ષકોને અગાઉથી અત્યારે મૂલ્યાંકન કરવા માટે જાણ કરવામાં આવી હતી.

પરંતુ વિજ્ઞાન પ્રવાહના 1500 અને સામાન્ય પ્રવાહના 2000 શિક્ષકો ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરીથી અળગા રહ્યા હતા. જેને લઇને તમામ શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે. શાળા સંચાલકોને પણ પોતાની શાળાના શિક્ષકો કેમ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીથી દૂર રહે તેને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે.

તમામ 3500 શિક્ષકો સાત દિવસમાં ખુલાસો કરવા નોટિસમાં જણાવ્યું છે અને નોટીસમાં લખવામાં આવ્યું છે કે કામગીરીમાં કેમ હાજરના રહ્યા તેનો જવાબ રજૂ કરવાના રહેશે. જો શિક્ષકો દ્વારા યોગ્ય જવાબ રજુ કરવામાં નહિ આવે તો તેમની સામે વધુ આકરા પગલા ભરવામાં આવશે.

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવે છે. શિક્ષકો શિક્ષણ બોર્ડની કામગીરીના આદેશની અવગણના કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ આ નોટિસનો કેવી રીતે જવાબ આપે છે અને તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે તો સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details