ગુજરાત

gujarat

ETV Bharat / state

હવેથી રાજ્યની દરેક શાળા પર CMની રહેશે ખાસ નજર, કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર થયું શરૂ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આજે ગાંધીનગર ખાતે સેક્ટર-19માં આવેલા શિક્ષણ વિભાગની કચેરીમાં સેન્ટરને શરૂ કરવામાં આવ્યું છે.

3500 ટેબ્લેટનું વિતરણ

By

Published : Jun 9, 2019, 4:36 PM IST

જિલ્લામાં સરકાર દ્રારા કંન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જે સેન્ટરને સીધુ સીએમ ડેસ્ક સાથે પણ જોડવામાં આવ્યું છે. જેને લઇને મુખ્યપ્રધાન રાજ્યની શાળાઓમાં થતી ગતિવિધિઓ ઉપર નજર રાખશે. જ્યારે રાજ્યના 32750 શિક્ષકોનું એનાલિસિસ કરવામાં પણ આવશે. જેને લઇને 3500 સીઆરસી-બીઆરસીને ટેબલેટ આપવામાં આવ્યા હતા. સેક્ટર 19માં સેન્ટરને ખુલ્લૂ મૂક્યા બાદ મુખ્યપ્રધાન, શિક્ષણ પ્રધાન મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કડક આદેશ આપીને બોલાવાયેલા તમામ જિલ્લાના શિક્ષણ વિભાગના કચેરીઓને સંબોધન કર્યું હતું.

હવેથી રાજ્યની દરેક શાળા પર CMની રહેશે ખાસ નજર, કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર થયું શરૂ
મુખ્યપ્રધાને કહ્યું કે રાજ્યમાં શિક્ષણ આગળ વધારવું છે. ગરીબ હોય કે તવંગર શિક્ષણમાં કોઈની ભાગીદારી હોતી નથી. પરંતુ આપણે બાળકને યોગ્ય માર્ગદર્શન આપીને શાળા સુધી પહોંચાડવાનો છે. રાજ્યની શાળાઓમાં સરકાર દ્વારા તમામ સુવિધાઓ ફ્રીમાં પૂરી પાડવામાં આવે છે. ત્યારે આપણી જવાબદારી થાય છે કે, હવે બાળકોને આપણે યોગ્ય શિક્ષણ આપીશું. રાજ્યની જનતા સરકાર પાસે આશા અને અપેક્ષાઓ રાખી રહી છે. મોદી સરકાર નાગરિકોની અપેક્ષાઓ પૂરી કરે છે. સરકાર પણ તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટે સજ્જ છે. ત્યારે તમામ શિક્ષકોને વિનંતી છે કે તેમનું હવે અહીંયા ગાંધીનગર બેસીને નિરીક્ષણ કરવામાં આવશે. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આપણે ખાનગી શાળાઓને બંધ કરવી નથી. પરંતુ આપણી પાસે તમામ પ્રકારની સુવિધાઓ છે. ત્યારે વાલીઓ પોતાના બાળકને સરકારી શાળામાં દાખલ કરાવે તેવુ કામ કરવાનું છે. રાજ્ય શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ કહ્યું કે, મોટાભાગના વાલીઓ ખાનગી શાળામાં એડમિશન માટે અમારી પાસે ફોન કરાવતા હોય છે. ત્યારે કહીએ છીએ કે સરકારી શાળાનું સ્તર ઊંચુ લઇ આવવા માટે મહેનત કરવામાં આવે અને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં એડમિશન કરાવવા માટે વાલીઓનો ઘસારો હોવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details