સૂત્રો દ્રારા મળતી વિગતો અનુસાર વર્ષ દરમિયાન શિક્ષકોને તાલીમ અને વિજ્ઞાનમેળા, બાળમેળા અને ઇનોવેશન ફેર સહિતના કાર્યક્રમો યોજાતા રહેતા હોય છે. આ કાર્યક્રમોમાં આવનાર બાળકો, શિક્ષકો માટે ચા-નાસ્તા, ભોજન અને સ્ટેશનરી પણ આપવાની થતી હોય છે, ત્યારે નિયમ મુજબ તેના ત્રણ ભાવો મંગાવી જેનો ભાવ સૌથી ઓછો હોય તેને કામગીરી સોંપાતી હોય છે.
જામનગર શિક્ષણ વ્યવસ્થામાં લાગવગશાહી કે નિયમનું ઉલ્લંઘન...? - gujarati news
જામનગરઃ શહેરમાં આવેલા દરેક શિક્ષણ અને તાલીમ ભવનનો વહીવટ ક્યાક્ને ક્યાંક તપાસ માગી લેતો હોય તેમ લાગી રહ્યું છે. લાગવગશાહી ગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થાના લિધે નિયમો નેવે મુકાયા હોય તેવું જોવા મળી રહ્યું છે.
સ્પોટ ફોટો
પરંતુ લાગવગશાહીથી માત્રને માત્ર અમરેલીના લોકોને જ કથિત રીતે કામો આપી દેવામાં આવી રહ્યાનું સામે આવી રહ્યું છે. તાજેતરમાં જ અહી ડિરેક્ટર દ્વારા તપાસણી કરીને લેખિત ખુલાસા પણ પૂછવામાં આવ્યા છે. ત્યારે અમરેલીને જ બધા કામો આપી દેવાનો મામલો પણ તપાસ માંગી લેતો છે, તેવું જાણવા મળી રહ્યું છે.