ગુજરાત

gujarat

ETV Bharat / state

અમિત શાહના ફોર્મ સામે કોંગ્રેસ ઉમેદવારે ઉઠાવ્યો વાંધો, જોકે ફોર્મ માન્ય

Breaking News

By

Published : Apr 5, 2019, 7:28 PM IST

Updated : Apr 5, 2019, 7:37 PM IST

2019-04-05 19:04:44

અમિત શાહના ફોર્મ સામે કોંગ્રેસ ઉમેદવારે ઉઠાવ્યો વાંધો

ગાંધીનગરઃ ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ચાર એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. જ્યારે તેના બીજા દિવસ એટલે કે 5 એપ્રિલે ઉમેદવારીપત્રો ચકાસવાની તારીખ હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા 4 એપ્રિલ વધુ બે ફોર્મ ભરવામાં આવ્યાં હતા, ત્યારે સ્કૂટીની દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડાએ ખોટા સોગંદનામાને લઈને વાંધો ઉઠાવ્યો હતો. ડૉ. સી.જે.ચાવડાએ કહ્યું કે, અમિત શાહ દ્વારા જે એફિડેવિટ રજૂ કરવામાં આવી છે. જેમાં કેટલીક માહિતી છૂપાવવામાં આવી હતી. જય શાહ દ્વારા એક કંપની શરૂ કરવામાં આવી હતી, જેની માહિતી દર્શાવી નહોતી. જોકે ચૂંટણી અધિકારીએ તમામ વાંધોઓ દૂર કરીને ફોર્મ માન્ય રાખ્યું છે.

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર સમગ્ર દેશની નજર છે. 30 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ રહી છે. લાલકૃષ્ણ અડવાણી 1998થી સતત ચૂંટાતા આવ્યા હતા. હવે આ બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉમેદવારી પત્ર ભર્યું છે, ત્યારે તમામ રાજકીય પંડિતોની અને નેતાઓની નજર ગાંધીનગર ઉપર છે. એ સ્વાભાવિક છે કે, આ બેઠક ઉપર કોંગ્રેસને પણ નજર ચોક્કસ હોય. અમિત શાહ દ્વારા 30 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું, ત્યારે તેમણે બે ફોર્મ પોતાના નામના રજૂ કર્યા હતા. ત્યારબાદ તેમના ફોર્મમાં ક્ષતિ હોવાની આશંકાએ તેમણે ચાર એપ્રિલ અંતિમ દિવસે વધુ બે ફોર્મ રજૂ કર્યા હતા. આ વાતને લઈને કોંગ્રેસ દ્વારા તપાસ હાથ ધરીને આજે ઉમેદવારી પત્ર ચકાસણી દરમિયાન ગાંધીનગર ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસ દ્વારા ઈલાજ સભાની ઉમેદવારી દરમિયાન જે એફિડેવિટ કરી હતી. જ્યારે લોકસભાની બેઠકમાં ઉમેદવારીપત્ર ભર્યા બાદ જ ફીટ કરવામાં આવી છે, જેની તપાસ કરી હતી. જેમાં તફાવત જોવા મળ્યો છે. આ એફિડેવિટમાં જય શાહ દ્વારા કુસુમ નામની કંપનીની વિગત છુપાવવામાં આવી છે. કાલુપુર કોમર્શિયલ બેંકમાંથી ૨૫ કરોડની લોન લીધી છે. જ્યારે અમિત શાહે પ્લોટ ગીરી મૂક્યા છે. કંપનીના માલિક લોન ન ભરે તો જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેની માહિતી છૂપાવી છે. કાયદાકીય રીતે ચૂંટણીના નિયમ પ્રમાણે માહિતી છૂપાવવામાં આવે તો ઉમેદવારી પત્ર રદ થાય છે. જેની મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. જોકે ચૂંટણી અધિકારીએ તમામ વાંધોઓ દૂર કરીને ફોર્મ માન્ય રાખ્યું છે.

Last Updated : Apr 5, 2019, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details