ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકસભા ચૂંટણીની સાથે તલાલા અને ઊંઝામાં પણ થશે પેટાચૂંટણી

ન્યૂઝ ડેસ્ક: ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. સાથે સાથે ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. જેમાં તાલાલા અને ઊંઝા બેઠકો પર 23 એપ્રિલે મતદાન યોજાશે. આ તારીખે જ રાજ્યમાં લોકસભા ચૂંટણીનું પણ મતદાન થશે.

By

Published : Mar 10, 2019, 10:29 PM IST

ફોટો

ગુજરાતમાં 23 એપ્રિલે એટલે કે ત્રીજા તબક્કમાં મતદાન યોજાવાનું છે. સાથે સાથે તાલાલા અને ઊંઝાની વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થશે. તાલાલામાં ભગવાનભાઈ બારડ અને ઊંઝામાં ડૉ. આશા પટેલ ધારાસભ્ય હતા.

અહીં મહત્વનું છે કે, વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તાલાલા બેઠક પરથી ભગા બારડ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ભગાભાઈને ખનીજ ચોરીનાં કેસમાં સૂત્રાપાડાની કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ વિધાનસભામાંથી અધ્યક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલ આ બાબતને લઈ રાજ્યમાં કોંગ્રેસ રાતૂપીળું તો થઈ જ રહ્યું છે, ત્યાં આ બેઠક પર પેટાચૂંટણી પણ આવી ગઈ છે.

ફોટો

તો બીજી તરફ મહેસાણાની ઊંઝા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ડૉ. આશા પટેલ ચૂંટણી જીત્યા હતા. પણ સમયની સાથે સાથે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય જતા આ બેઠક ખાલી રહેતા પેટા ચૂંટણી કરવાની ફરજ પડી છે.

આથી જ આજે ચૂંટણી પંચે કરેલી જાહેરાત અંતર્ગત આ બંને બેઠકો પર આગામી દિવસોમાં 23 એપ્રિલે મતદાન થશે.

ABOUT THE AUTHOR

...view details