જાવેદ અખ્તરે કહ્યુ કે, હું સમજી નથી શકતો કે, પાકિસ્તાનની રણનીતિ શુ છે. તેઓ સતત આતંકવાદને ભારતમાં ફેલાવીને શુ મેળવવા માંગે છે. આ વાત તમામને ખબર છે કે, પાકિસ્તાન આતંકવાદી સંગઠનોની તરફેણ કરે છે, પરંતુ સતત આ વાતને તેઓ નકારે છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહરને ભારતની જેલમાંથી ત્યારે છોડાવવામાં આવ્યો હતો. જ્યારે ભારતના એક વિમાનનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તેઓ કેવી રીતે કાંધારથી પાકિસ્તાન પહોંચ્યો. જો પાકિસ્તાન એક પ્રમાણિક સરકાર ચલાવે તો મસૂદની શા માટે ધરપકડ કરતા નથી.
જાવેદ અખ્તરને પાકિસ્તાન પર ગુસ્સો આવ્યો, પાક.નો એજન્ડા સમજણ બહારનો
ન્યૂઝ ડેસ્ક: પુલવામા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહિદ થઈ ગયા હતા, આ હુમલાને કારણે દેશભરની જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે બૉલીવુડ ગીતકાર-લેખક જાવેદ અખ્તરે પાકિસ્તાન પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે, પાકિસ્તાનનું ભારતમાં આતંકવાદ પ્રાયોજિત કરવાની તેમની કાર્યશૈલી સમજણથી બહાર છે.
ફાઈલ ફોટો
જાવેદે વધુમાં કહ્યુ કે, વર્તમાનના જે ઘટનાઓ બની રહી છે, તેના પરિણામો ખૂબ જ જોખમી છે. પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લાદવો ખૂબ જ નાની વાત છે, પરંતુ આપણી સીમા પર જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેને અટકાવવી જોઈએ. આપણે આતંકવાદ પર પ્રતિબંધ લાદવો જોઈએ. પુલવામાં હુમલા બાદ જાવેદ અખ્તર અને શબાના આઝમીએ કરાંચીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.