વેજલપુરથી પહેલા તબક્કાનો રોડ શો સવારે સાડા નવ વાગ્યાથી શરૂ થયો હતો. જે વણઝર, સરખેજ ગામ, રોજા, શ્રીનંદનગર, જીવરાજ પાર્ક, દેવાંશ ફ્લેટ, સ્વામિનારાયણ મંદિર, શ્યામલ બ્રિજ, શ્યામલ 100 ફૂટ રોડ (હરણ સર્કલ), જોધપુર ચાર રસ્તા, માનસી સર્કલ થઈ વસ્ત્રાપુર હવેલી મંદિર પાસે બપોરે 12.30 કલાકે રોડ શો પૂરો થયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
અમિત શાહના રોડ-શૉનો પ્રથમ તબક્કો પૂર્ણ, જુઓ વીડિયો
અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહે વણઝર ગામ ખાતે ભાજપના સ્થાપના દિને પુષ્પાંજલિ કરીને હતી. ત્યારબાદ કેસરિયો સાફો બંધાવીને રોડ શોનો પ્રારંભ કર્યો હતો. તેમણે વણઝરથી વસ્ત્રાપુર સુધી 14 કિમીના વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. આજે ભાજપના સ્થાપના દિવસથી વેજલપુર વિધાનસભા અને સાંજે સાબરમતી વિધાનસભામાં રોડ- શો યોજીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહી હતી. જ્યારે રાતે ઘાટલોડિયા વિધાનસભાના બોપલ વોર્ડમાં સ્થાનિક સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે અમિત શાહની બેઠક યોજાશે.
હવે સાંજે 5.30 કલાકે રાણીપથી નિર્ણય નગર ગરનાળા શરૂ કરવામાં આવશે. જે ચાંદલોડિયા, ઉમિયા હોલ, વંદેમાતરમ રોડ, કંકુનગર, દુર્ગા સ્કૂલ, સરદાર ચોક, નવ નિર્માણ સ્કૂલ, રાણીપ બસ સ્ટેન્ડથી રાધા સ્વામિ રોડ, સાબરમતી પાવર હાઉસ, રામનગર, રામબાગ રોડ, નિલંકઠ મહાદેવ, હરિઓમ સોસાયટીથી દેવભૂમિ રોડ પાસે રોડ શો પૂરો થશે.
અમિત શાહના રોડ શોને લઈ રૂટ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રૂટ પર રાખવામાં આવ્યો હતો. એસઓજી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ હાજર રહી હતી.