- સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત યોજાયું મતદાન
- ભાવેશે આપ્યું લગ્ન કરતા મતદાનને મહત્વ
- ભાવેશે લગ્ન કરતા પહેલા કર્યું મતદાન
બોટાદ : સ્થાનિક સ્વારાજની ચૂંટણી માટે રવિવારના રોજ મતદાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બોટાદમાં પણ પંચાયતની ચૂંટણીમાં દિવસ દરમિયાન મતદાન યોજાયું હતું. બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ લગ્નના સાત ફેરા ફરતા વરરાજાએ પહેલા મતદાન કર્યું હતું.
લગ્નના સાત ફેરા લેતા પહેલા યુવકે કર્યું મતદાન મતદાન કરવા માટેની અપીલ કરી
મતદાન કરવું જરૂરી છે, દરેકે મત આપવો જોઈએ. ત્યારે ઉગામેડી ગામના ભાવેશ ધરજીયાના 28 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા અને એ જ દિવસે સ્થાનિક સ્વારાજની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ઉગામેડી ગામ ખાતેથી તેમની જાન જવાની હતી, પરંતુ શુક્રવારે મતદાન દિવસ હોવાથી ભાવેશ દ્વારા લગ્ન કરતા મતદાનને વધુ મહત્વ હોવાથી ઉગામેડી ગામની કેન્દ્રવતી શાળામાં પોતાના મિત્રો સાથે પહોંચી મતદાન કર્યું હતું. આ સાથે જ અન્ય લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી હતી.