બોટાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે 6 વર્ષ પહેલાં પૂર્વ પ્રમુખ ડી.એમ. પટેલ સહિત અન્ય ત્રણ કોંગ્રેસ કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા. તે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તમામ કોંગ્રેસી કાર્યકરોનું સન્સપેન્શન રદ કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 6 વર્ષ જૂનું સસ્પેશન રદ કરાયું
બોટાદઃ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા પૂર્વ જિલ્લા પ્રમુખ સહિત અન્ય ત્રણ કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતાં. કાર્યવાહીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ સન્સપેન્શન રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેને જાહેર કરવા માટે ડી.એમ. પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.
પૂર્વ જિલ્લા પ્રમુખ સહિત અન્ય ત્રણ કાર્યકરોનું સસ્પેશન રદ કરાયું
ઉલ્લેખનીય છે કે, હાલના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમેશભાઈ. સી. મેર દ્વારા તારીખ 26ના રોજ બોટાદના કુલ 4 કોંગ્રેસી કાર્યકરો પર પક્ષ વિરોધી હોવાનો આરોપ કરાયો હતો. ત્યારબાદ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતાં.