Sarangpur Hanuman Mandir: સદગુરુ ગોપાળાનંદ સ્વામીના 242 મો પ્રાગટય દિવસ ઉજવાયો બોટાદ: સાળંગપુર ખાતે સદ્દગુરુ ગોપાળાનંદ સ્વામીના 242મો પ્રાગટય દિવસની વિશેષ ઊજવણી કરવામાં આવી છે. આ સમયે હજારો ભાવિકો દર્શને ઉમટયા હતા. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મહાન સંત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદસ્વામીજીના 242માં પ્રાગટ્ય દિવસના પાવન અવસર પર વિશેષ મારુતિ યજ્ઞ સાથે કષ્ટભંજન હનુમાનજી મહારાજને વિશેષ વાઘા શણગાર દર્શન પૂજન આરતી સાથે ઊજવણી કરાઈ. હજારો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી.
આ પણ વાંચો Shakotsav: સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન, 20 હજાર હરિભક્તોએ લીઘો લાભ
પરંપરાગત દિવ્ય શૃંગાર:બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 29 જાન્યુઆરી 2023ને રવિવારના રોજ દાદાને પરંપરાગત દિવ્ય શૃંગાર કરી સવારે શણગાર આરતી મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ હતી.
આ પણ વાંચો સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના ૧૭૩માં વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરાઈ
સાળંગપુરધામ:સદગુરૂ ગોપાળાનંદસ્વામી ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંત છે, જે બ્રહ્માંડના દરેક જીવો પર સિદ્ધિઓના આશીર્વાદ અને અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્ત અનંત ઐશ્વર્યની વર્ષા કરી રહ્યા છે. ગોપાળાનંદસ્વામીએ આ ધરતી પર વસતા દરેક પ્રાણી, પક્ષી, મનુષ્ય અને સમાજના કલ્યાણ માટે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાળંગપુર ખાતે સ્થાપના કરી હતી. આવા વિરલ સંતની ઐશ્વર્યની અસર આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ખાસ કરીને સાળંગપુરધામમાં જોવા મળી રહી છે.
હૃદયમાં અંકિત:સ્વામીજીની મહાન કથાઓની પરંપરા આજે પણ આધ્યાત્મિક સાધનાના રૂપમાં સંતો અને ભક્તોના હૃદયમાં અંકિત છે, આવા મહાન સંત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદસ્વામીજીને તેમના 242માં પ્રાગટ્ય દિવસના પાવન અવસર પર લાખ લાખ વંદન એવં હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા ઊજવણી કરાઈ. જેમાં સવારે 6 કલાકે કષ્ટભંજનદેવની મૂર્તિની સ્થાપના કરનારા શાશ્વત મૂળ અક્ષરમૂર્તિ સદ્ ગુરૂ ગોપાળાનંદ સ્વામીના 242માં પ્રાગટ્ય દિવસ નિમિતે પૂજન અર્ચન આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. દાદાના શણગાર આરતી દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભાવિક ભકતોએ લઈ ધન્યતા અનુભવી હતી.