- બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ સંવેદનશીલ વિસ્તારો અને બૂથોની લીધી મુલાકાત
- જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે મતદાન
- લોકો ભય વગર મતદાન કરી રહ્યાં છે
બોટાદ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ સંવેદનશીલ વિસ્તારો અને બૂથોની મુલાકાત લીધી હતી. જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે અને લોકો પણ ભય વગર ખૂબ મતદાન કરી રહ્યાં છે
અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી
બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન યોજયું, ત્યારે બોટાદ જિલ્લામાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં જિલ્લાના તમામ બૂથો પર પોલીસ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે, ત્યારે બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, LCB, SOG અને SRPની ટુકડી સહિત મસમોટા કાફલા સાથે જિલ્લાના અલગ અલગ વિસતારોમાં સંવેદનશીલ વિસ્તારો તેમજ જ્યાં મોટા બિલ્ડીંગ હોઈ અને ત્રણ ચાર બૂથો હોય તેવા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં પોલીસ વડા દ્વારા નિવેદન આપતા જણાવ્યુ કે, જિલ્લામાં ખુબ જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. તેમજ લોકો પણ ભય વગર મતદાન કરે તેમ જણાવ્યુ છે.
બોટાદમાં SP હર્ષદ મહેતાએ સંવેદનશીલ મતદાન બૂથોની લીધી મુલાકાત