ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદના જાળીલાના ઉપસરપંચની હત્યા, 3 આરોપીની કરી અટકાયત

બોટાદઃ રાણપુર તાલુકાના જાળીલા ગામમાં સરપંચના પતિની હત્યાના મામલે ગુરુવારના રોજ SP હર્ષદ મહેતા દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનમા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ એ જણાવ્યું હતું કે, આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓની ધરપકડ કરવા માટે તથા શોધખોળ કરવામાં આવી હતી. જે દરમિયાન આ ગુનાના મુખ્ય ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 20, 2019, 5:21 PM IST

બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામના ઉપસરપંચની હત્યાને મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુન્હાના બાકી આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર બોટાદ અમરેલી તથા સુરેન્દ્રનગર જિલ્લા ઓની LCB શાખાની અલગ-અલગ ટીમો દ્વારા બાકીના આરોપીઓ સત્વરે ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તેમજ આ બનાવના અનુસંધાને રાણપુર પોલીસ સ્ટેશન તથા સમગ્ર જિલ્લાના વિસ્તારમાં અન્ય કોઈ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમ બોટાદ જિલ્લાના SP હર્ષદ મહેતાએ જણાવ્યું હતું.

બોટાદના જાળીલાના ઉપસરપંચની હત્યા

હાલમાં મૃતક મનજીભાઈ જેઠાભાઇ સોલંકીનો મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને મૃતક મનજીભાઈ જેઠાભાઇ સોલંકીના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી આરોપી પકડાય નહી ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં. આ બાબતે SP હર્ષદ મહેતાને પૂછતા તેઓએ જણાવેલ છે કે આ બાબતે સમજાવટ ચાલુ છે અને સમાધાન થઈ શકશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details